Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારની ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધી રજા માણવા બે દિવસ જેસલમેર જશે

રાહુલ ગાંધી એક દિવસ સૂર્યગઢ કોર્ટમાં અને બીજા દિવસે રણમાં તંબુમાં રોકાશે: સીઆરપીએફ સુરક્ષા ટુકડી જેસલમેર પહોંચી

નવી દિલ્હી : બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે તેના મિત્રો સાથે રજા માણવા જેસલમેર જવાના છે. રાહુલ ગાંધી જેસલમેરમાં 2 દિવસ રોકાવાના છે. આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 10 લોકો માટે વીઆઈપી મુવમેંટની તૈયારી કરવા માટે વહીવટી તંત્રને કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી એક દિવસ સૂર્યગઢ કોર્ટમાં અને બીજા દિવસે રણમાં તંબુમાં રોકાવાનો કાર્યક્રમ છે. આ આખો પ્રોગ્રામ સોમવારે જ બનાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારમાં વિશ્વના પ્રખ્યાત પર્યટન સ્થળ જેસલમેર 2 દિવસની ખાનગી યાત્રા પર જઈ રહ્યા છે. તેમની મુલાકાત ખૂબ ગુપ્ત રાખવામાં આવી રહી છે. તેમનો એક રાત રણમાં તબું બાધી રહેવા માટેનો કાર્યકર્મ પણ છે

 

તેમની યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેમની સીઆરપીએફ સુરક્ષા ટુકડી જેસલમેર પહોંચી ગઈ છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓને તેમનું સ્વાગત કરવા ઈનકાર કરવામાં આવ્યા છે. હોટલમાં સુરક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સ્થાનિક સત્તાવાર સૂત્રોએ મુલાકાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારે નવી દિલ્હીથી ખાનગી વિમાનમાં જેસલમેરના સિવિલ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી સમા રોડ પર સ્થિત 5 સ્ટાર હોટલ સૂર્યગઢ કિલ્લા તરફ જશે.

(9:12 am IST)