Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારમાં અડધી રાત્રે ચિત્ર સ્પષ્ટ થયું

NDA ૧૨૫ : મહાગઠબંધન ૧૧૦ : રાજદ સૌથી મોટો પક્ષ ૭૫ બેઠક : BJP ૭૪ : JDU ૪૩ : કોંગ્રેસને ૧૯ બેઠક

જીતનરામ માંઝીના પક્ષને ૪ બેઠકો મળી : લોજપાને માત્ર ૧ બેઠક મળી

પટણા,તા.૧૧ : બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો પર ત્રણ તબક્કામાં થયેલા મતદાનની મંગળવારે મતગણતરી શરુ થયા બાદ ટ્રેન્ડ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતૃત્વવાળા ગઠબંધને NDAમાં આગળ ચાલતી હતી. ૧૧ વાગ્યા પછી ટ્રેન્ડમાં કયારેક NDA તો કયારેક મહાગઠબંધન આગળ-પાછળ થતા રહ્યા. પરંતુ અંતમાં NDAએ બાજીમારી. ભાજપે NDAને બહુમતી મળી હોવાનો દાવો કર્યો. આ સાથે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો. ૨૪૩ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતીનો આંકડો ૧૨૨ બેઠકો છે.

 ચૂંટણીપંચ મુજબ NDAના ભાગમાં અત્યાર સુધી ૧૨૫ બેઠકો મળી. જયારે મહાગઠબંધનને ૧૧૦ બેઠક મળી છે. ચૂંટણી આયોગના ટ્રેન્ડ પ્રમાણે NDA, મહાગઠબંધન કરતા આગળ છે અને તેને સામાન્ય બહુમતી મળી છે. NDAએ ૧૨૫ બેઠકો પર જીત મેળવી લીધી છે.

 ચૂંટણીપંચની સાઈટ પરથી મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધી NDAમાં જોડાયેલા ભાજપને ૭૪ બેઠકો મળી છે. જયારે JDUને ૪૩ બેઠકો, VIPને ૪ બેઠકો અને જીતનરામ માછીની હમને ૪ બેઠકો મળી છે. જયારે મહાગઠબંધનમાં RJDના ખાતામાં ૭૫ બેઠકો, કોંગ્રેસને ૧૯ બેઠકો જીતી છે માકપાને ૨ બેઠકો તો લોજપાને ૧ બેઠક મળી છે. 

 RJD સાંસદ મનોજ ઝા અને કોંગ્રેસ સાંસદ અખિલેશ સિંહના નેતૃત્વમાં એક ડેલીગેશન મતગણતરીમાં ગોટાળો થયો હોવાની ફરિયાદ લઈને ચૂંટણીપંચ પહોંચ્યું જયાં આ નેતાઓએ પંચ સમક્ષ ડઝન બેઠકો પર ગડબડ થઈ હોવાની રજૂઆત કરી. પંચને મળ્યા બાદ મનોજ ઝાએ કહ્યું કે અમે પોતાની ફરિયાદ આગળ રજૂ કરી છે. આયોગે આશ્વાસન આપ્યું છે કે તમારી ફરિયાદની તપાસ કરવામાં આવશે. અમને આશા છે કે પંચ પાસેથી ન્યાય મળશે, પંચની નિષ્પક્ષતા પર સવાલ છે.

બિહાર : અંતિમ સત્તાવાર પરિણામો જાહેર : એનડીએ ૧૨૫ : મહાગઠબંધન ૧૧૦

પક્ષ

કુલ જીત્યા

ઔવૈસીનો પક્ષ

બસપા

ભાજપ

૭૪

સીપીઆઇ

સીપીઆઇ (એમ)

સીપીઆઇ (એમએલ)

૧૨

એચએએમ

અપક્ષ

કોંગ્રેસ

૧૯

જેડી(યુ)

૪૩

લોજપા

રાજદ

૭૫

વીઆઇપી

કુલ

૨૪૩

(11:33 am IST)