Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગજબનાકનો ધડાકો: તેજસ્વી યાદવના મહાગઠબંધનના ૧૧૯ ઉમેદવારોને સત્તાવાર વિજેતા જાહેર કર્યા પછી રિટર્નિંગ ઓફિસરે કહ્યું કે તમે તો હારી ગયા છો !

તેજસ્વી યાદવના આરજેડી પક્ષના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર સનસનાટીભરી વિગતો જાહેર કરી

પટણા: તેજસ્વી યાદવના આરજેડી પક્ષના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર સનસનાટીભરી વિગતો જાહેર કરી છે.
રાત્રે નવ વાગ્યા આસપાસ કરેલા આ ટ્વિટમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરજેડી પક્ષના મહાગઠબંધને જયા મતગણત્રી પુરી થઈ છે તેવી 119 બેઠકો જીતી લીધાનું જાહેર કર્યા પછી અને રિટર્નિંગ ઓફિસરે અભિનંદન આપ્યા બાદ હવે સર્ટિફિકેટ આપતા નથી અને કહે છે કે તમે તો હારી ગયા  છો.
ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર પણ તેજસ્વી યાદવના મહાગઠબંધનના આ ૧૧૯ ઉમેદવારોને વિજેતા દર્શાવવામાં આવ્યા છે.
"લોકશાહીમાં આવી ખુલ્લી લૂંટ ચાલશે નહીં" તેવું પણ આ ટ્વિટર એકાઉન્ટ ઉપર જણાવાયુ છે. અહીં આ વિજેતા 119 ઉમેદવારોનું લીસ્ટ પણ મૂકવામાં આવ્યું છે.

(12:00 am IST)