Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ

ચૌટાલાએ કહ્યું રામ મંદીરના ચૂકાદાના કારણે કેબિનેટનું વિસ્તરણ કરાયું નથી.!!!

 

હિસારઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી ગઠબંધનની સરકાર બની  છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, રામ મંદીર પર આવનારા ચૂકાદાના કારણે જાણી જોઈને કેબિનેટનું વિસ્તરણ કરાયું નથી. આગામી 2-3 દિવસમાં વિસ્તરણ થઈ જશે. જોકે, રાજકીય વર્તુળોમાં અંગે જાત-જાતની ચર્ચાઓ ચાલી રહી છે.

 હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે.

  દરમિયાન દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત હિસારમાં કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા. અહીં તેમણે અહીં જણાવ્યું કે, અયોધ્યા બાબતે આવનારા ચૂકાદાના કારણે કેબિનેટ વિસ્તરણ થયું નથી. એક-બે દિવસમાં વિભાગોની વહેંચણી પછી કેબિનેટ વિસ્તરણ કરાશે અને નવા મંત્રીઓ શપથ લેશે

(1:10 am IST)