Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એનઆરસી મામલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન-દેખાવો કરશે

મમતાએ કહ્યું ટીએમસી જાતિ કે ધર્મના આધારે થતા ભેદભાવનું સમર્થન નથી કરતી.

 

કોલકતા : પશ્ચિમ બંગાળમાં તૃણુમૂલ કોંગ્રેસે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન મુદ્દે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે. એનઆરસીના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં પાર્ટીના નેતા પ્રદર્શન કરશે.

પહેલાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે એનઆરસીના કારણે બંગાળમાં ભયનું વાતાવરણ છે. મમતા મુદ્દે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળી ચુક્યા છે. ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના નેતાઓને એનઆરસી વિરૂદ્ધ અભિયાન ચલાવવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ટીએમસી જાતિ કે ધર્મના આધારે થતા ભેદભાવનું સમર્થન નથી કરતી.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓ તરીકે આવેલા લોકો આપણાં દેશના નાગરિક છે. બેનર્જીએ કહ્યું કે લોકોએ કેટલી વખત પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે અને કેટલા ઓળખ પત્રો મેળવવા પડશે. ટીએમસી અને ભાજપ બંનેએ પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો મુદ્દો બનાવી રાખ્યો છે.

(12:22 am IST)