Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હૈંદરાબાદમાં ફલાઇઓવર પર સેલ્‍ફી લઇ રહેલા બે લોકોને એન્‍જીનીયરની ગાડીએ મારી ટકકરઃ બંનેના થયા મોત

હૈદરાબાદમાં નવા બાયોડાયવર્સિટી ફલાઇ ઓવર પર રવિવારના નશામા તરબોળ એક એન્‍જીનીયરની ગાડીએ બે યુવકોને ટક્કર મારી જેની ફલાઇઓવર પરથી નીચે પડવાને કારણે મોત થયુ હતુ.

દુર્ઘટના સમયે બંને યુવાનો ફલાઇ ઓવર પર બાઇક રોકીને સેલ્‍ફી લઇ રહ્યા હતા. એન્‍જીનીયરે બે અન્‍ય ગાડીઓને પણ ટક્કર મારી હતી જેનાથી પણ ૪ લોકો ઘાયલ થયા હતા.

(11:03 pm IST)