Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

હરિયાણામાં બસ દુર્ઘટનાગ્રસ્‍ત થવાથી ૧ મહિલા યાત્રીનું મૃત્‍યુઃ અન્‍ય ૩૦ ઘાયલ

    અંબાલા ( હરિયાણા) મા હિસાર - અંબાલા નેશનલ હાઇવે પર સોમવારના એક બસ દુર્ઘટનાગ્રસ્‍ત થવાથી  તેમાં સવાર ૧ મહિલા યાત્રીનું મોત થયું જયારે ઓછામાં ઓછા ૩૦ યાત્રીઓ ઘાયલ થયા.

     યાત્રિઓના જણાવ્‍યા મુજબ કુરૂક્ષેત્રમાં એક ધાર્મિક સ્‍થળના દર્શન પછી જયારે તે પાછા ફરી રહ્યા હતા ત્‍યારે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દીધો હતો અને તે પલ્‍ટી ખાઇ ગઇ હતી.

     ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે જેમાં ૪ ની હાલત ગંભીર છે.

(11:02 pm IST)