Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઈરાને ક્રૂડ ઓઈલનો વિશાળ ભંડાર શોધ્યો : પ્રમાણિત ભંડારમાં 30 ટકાનો થશે વધારો

આશરે 50 અબજ બેરલ ક્રૂડ ઓઇલનો ભંડારની ખોજ :રુહાનીએ અમેરિકા પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી : ઇરાન ક્રૂડ ઓઇલનો મહામૂલો ભંડાર શોધી કાઢ્યો છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું કે તેમના દેશએ આશરે 50 અબજ બેરલ ક્રૂડ ઓઇલનો ભંડારની ખોજ કરી છે.

રૂહાનીએ અમેરિકા પર કટાક્ષ કર્યો કે તેઓ વ્હાઇટ હાઉસને જણાવવા ઇચ્છે છે કે જ્યારે તમે ઇરાનની ઉપર ક્રૂડ ઓઇલ વેચાણના પ્રતિબંધ લગાવવામાં વ્યસ્ત હતા તે સમયે અમારા દેશના શ્રમિકો અને એન્જિનિયરોએ 53 અબજ બેરલનો એક ઓઇલ ભંડાર શોધી કાઢ્યો છે.

   આ નવા ઓઇલ ક્ષેત્રની શોધ બાદ ઇરાનના પ્રામાણિક ઓઇલ ભંડારમાં આશરે 30 ટકાનો વધારો થશે. જો કે અમેરિકન પ્રતિબંધોની વચ્ચે ઇરાન માટે ક્રૂડ ઓઇલનું વેચાણ કરવું મુશ્કેલ થઇ ગયું છે.

ગત વર્ષે અમેરિકાએ લાદેલા આર્થિક પ્રતિબંધો બાદ ઇરાન માટે સમસ્યા સર્જાઇ છે.

  ઇરાનમાં નવું મળેલું ઓઇલ ફિલ્ડ દક્ષિણ કુજેસ્તાન પ્રાંતમાં સ્થિત છે. જે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વનું ક્ષેત્ર છે. રૂહાનીએ કહ્યું કે ઇરાનના 150 અબજ બેરલના પ્રામાણિક ઓઇલ ભંડારમાં 53 અબજ બેરલનો વધારો થશે.

(8:56 pm IST)