Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો થયો ઘટાડો

ગત વર્ષ સમાન અવધીમાં તેમાં 8.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો

નવી દિલ્હી: ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો સિલસિલો હજુ યથાવત છે સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ 4.3 ટકાનો ઘટાડો આવ્યો છે. સોમવારે જાહેર થયેલાં સત્તાવાર આંકડાં પ્રમાણે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે ફેક્ટરી આઉટપુટમાં 4.6%નો વધારો થયો હતો.

  સપ્ટેમ્બર  મહિનામાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં 3.9%નો ઘટાડો આવ્યો છે. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં 4.8 ટકાનો વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં પાવર સેક્ટરમાં પણ 2.6%નો ઘટાડો થયો છે. ગત વર્ષ સમાન અવધીમાં તેમાં 8.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં માઈનિંગ સેક્ટરમાં પણ 8.5%નો ઘટાડો આવ્યો છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં માઈનિંગ સેક્ટરમાં 0.1%નો વધારો થયો હતો.

(8:27 pm IST)