Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મનમોહનસિંહના પત્ની ગુરૂશરણ કૌરે પૂછ્યુ કે તમે ક્યારે આવ્યા હતા અમારા ઘરે ? જેનો જવાબ આપવામાં પાકિસ્‍તાનના વિદેશ મંત્રીને અસહજતા મહેસુસ કરવી પડી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહના અવસરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. વિનમ્રતાથી જીવન જીવતા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ પણ કર્યાં. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે મનમોહન સિંહ વિશે વાત કરી. તેમણે તેઓ જ્યારે મનમોહન સિંહને મળ્યાં હતાં ત્યારની વાતો યાદ કરી જો કે એક કિસ્સો એવો થયો કે કુરેશીએ થોડી અસહજતા પણ મહેસૂસ કરવી પડી.

            એક વીડિયો વાઈરલ થયો છે જેમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે  તેઓ મનમોહન સિંહના ઘરે ગયા હતાં. તેમણે તે સમયે ચા પીવડાવી હતી. મનમોહન સિંહના પત્નીએ તે ચા બનાવી હતી. જો કે તેમણે કહ્યું કે તે વખતે મનમોહન સિંહ તેમના માટે પોતે જાતે ચા લઈને આવ્યાં હતાં. પરંતુ બધી વાતો થતી હતી ત્યાં શાહ મહેમૂદે વિચારવા માટે મજબુર થવું પડ્યું હતું.

            કારણ કે જ્યારે મહેમૂદ કુરેશીએ કિસ્સો વર્ણવતા કહ્યું કે હું તમારા ઘરે આવ્યો હતો. બેગમ સાહિબાએ ચા બનાવી અને મનમોહન સિંહ પોતે ચા લઈને આવ્યાં હતાં. અને હું પાછો આવ્યો મેં લોકોને વાત જણાવી. મેં કહ્યું કે મનમોહન એક મોટા માણસ છે. જો કે દરમિયાન મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌરે પૂછી લીધુ કે તમે ક્યારે આવ્યાં હતાં અમારા ઘરે? જેના પર કુરૈશીએ થોડું વિચારવું પડ્યું અને કહ્યું કે 90ના દાયકામાં આવ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં લોકોએ કુરેશીની મજાક ઉડાવી છે. એટલું નહીં કેટલાક લોકોએ કુરેશીના ચાવાળા નિવેદન પર તેમની ટીકા પણ કરી. ઘટનાનો વીડિયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

(4:59 pm IST)