Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગ્યૂ થયો! સામે આવ્યો દુનિયાનો આવો પહેલો કેસ

બંને પુરુષ પાર્ટનરોના વીર્યની તપાસના રિપોર્ટ જોયા બાદ ડોકટરો પણ મૂકાયા આશ્યર્યમાં

નવી દિલ્હી, તા. ૧૧:  સ્પેન (Spain)માં દુનિયાનો પહેલો એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વ્યકિતને સમલૈંગિક યૌન સંબંધથી ડેન્ગ્યૂ (Dengue) થયો છે. સ્પેન (Spain)ની રાજધાની મૈડ્રિડ (Madrid)માં ૪૧ વર્ષીય આ વ્યકિતને પોતાના સમલેંગિક પાર્ટનરની સાથે સંબંધ બાંધ્યો, ત્યારબાદ તે બીમાર પડી ગયો.

મળતા અહેવાલ મુજબ, આ વ્યકિતને સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યૂ થયો હતો, ડોકટરોની પ્રારંભિક સારવાર દરમિયાન એ જાણવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે ડેન્ગ્યૂ થવાનું કારણ શું છે. મૈડ્રિડના સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ મુજબ, આ વ્યકિતનો પાર્ટનર કયૂબા (Cuba) ગયો હતો, જયાં ડેન્ગ્યૂનો વાયરસ તેના શરીરમાં પ્રવેશ કરી ગયો.

બીમાર વ્યકિત એવા વિસ્તારમાં રહે છે જયાં ડેન્ગ્યૂના વાયરસ (Dengue Virus) નથી હોતા. એવામાં ડાઙ્ખકટરો માટે એ જાણવું મુશ્કેલ હતું કે આ વ્યકિતના શરીરમાં ડેન્ગ્યૂના વાયરસ દ્યૂસ્યા કયાંથી. શ્નઠ્ઠ ન્યૂઝ મિનિટ'ના અહેવાલ મુજબ, સારવાર દરમિયાન ડોકટરોએ પણ કહ્યું કે, બીમાર વ્યકિત એવા સ્થળે ફરવા ગયો હતો, જયાં ડેન્ગ્યૂના વાયરસનો ખતરો દ્યણો વધુ છે. જેમ-જેમ સારવાર આગળ વધી, ત્યારે ડોકટરોએ એ વાતની શકયતા વ્યકત કરી કે આ વાયરસ યૌન સંબંધ બનાવવા દરમિયાન તેના પાર્ટનરથી બીમાર વ્યકિતને મળ્યો.

બીમાર વ્યકિતના પાર્ટનરના લક્ષણ પણ એકદમ એવાજ હતા પરંતુ અસર ઓછી હતી અને તે પહેલા કયૂબા (Cuba) અને ડોમિનિકન રિપબ્લિક (Dominican Republic) પણ જઈ ચૂકયો હતો. બંનેના વીર્યની તપાસ (Sperm Test) બાદ એ વાતનો ખુલાસો થયો કે બંનેને ડેન્ગ્યૂ છે ઉપરાંત બંનેના શરીરમાં એ જ વાયરસ છે, જે કયૂબામાં મળી આવે છે. સુજૈના જિમિનેજ, સ્વાસ્થ્ય અધિકારી

દુનિયામાં આવું પહેલીવાર જાણવા મળ્યું કે, યૌન સંક્રમણથી કોઈને ડેન્ગ્યૂ થયો છે. નોંધનીય છે કે, ડેન્ગ્યૂ એક વાયરલ બીમારી છે. જે સંક્રમિત એડીજ ઇજિપ્તી મચ્છના કરડવાથી થાય છે. આ મચ્છરનો આકાર લગભગ ૫ર હોય છે, કાળા રંગના આ મચ્છર પર સફેદ ધારી હોય છે. એડીજ ઇજિપ્તી મચ્છર દિવસના સમયે કરડે છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજે અંધારું થતાં પહેલા.

ડેન્ગ્યૂ માટે કોઈ એન્ટીવાયરલ દવા નથી. કોઈ રસી નથી. ડેન્ગ્યૂ થવાની વહેલી જાણ થવી અને મેડિકલ નજર હેઠળ સારવાર જરૂરી છે. ડોકટરની સારવારમાં રોગી માટે પેરાસિટામોલની સાથે દુખાવો નિવારકોનો ઉપયોગ, શકય એટલો વધારે માત્રામાં લિકિવડ પીવું અને આરામ કરવો મહત્વપૂર્ણ છે.

સંક્રમિત મચ્છરના કરડ્યા બાદ તેના લક્ષણ ૩-૧૪ દિવસમાં સામે આવે છે. ડેન્ગ્યૂમાં અચાનક ભારે તાવની સાથે માથાનો દુખાવો, આંખોમાં દુખાવો, સ્નાયુમાં અને સાંધાઓમાં દુખાવો અને ફોલ્લીઓ થઈ જાય છે. ડેન્ગ્યૂ હેમોરેજિક તાવ આ બીમારીનું ગંભીર રૂપ છે, આ દરમિયાન પેટનો દુખાવો, ઉલટી અને બ્લીડિંગ થાય છે.

(3:54 pm IST)