Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વિદેશી કંપનીઓ સાથે હાથ મિલાવશેઃ વૈશ્વીક સ્તરે વેચાણ માટે એમએમસી કંપનીઓ સાથે કરારની શકયતા

યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલીનો યુ-ટર્ન

નવી દિલ્હીઃ સતત વિદેશી કંપનીઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવનાર યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલીએ યુટર્ન માર્યો છે. એક અંગ્રેજી અખબારની ખબર મુજબ સ્વદેશીનો ઝંડો બુલંદ કરનાર પતંજલી આર્યુવેદ હવે મલ્ટીનેશનલ કંપનીઓ સાથે હાથ મિલાવવા જઈ રહી છે.ખબર મુજબ પતંજલીના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતુ કે તેમની પાસે ૩- ૪ ગ્લોબલ કંપનીઓની ઓફર છે, જે પતંજલી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીલ કરવા માંગે છે. તેમની સાથે અમારા મૂલ્યો સાથે કોઈ ટકરાવ નથી. અમને તેમની સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. અમે તેમના તરફથી મળેલ પ્રસ્તાવો ઉપર વિચાર કરી રહ્યા છે.

જો કે પતંજલીનો આ વિચાર બાબા રામદેવના રસ્તાથી અલગ જ છે. જેમાં રામદેવજી કહેતા કે તેઓ વિદેશી કંપનીઓને શિર્ષાશન કરાવશે. આ વિદેશી કંપનીઓને દિલમાં ભારત માટે કોઈ પ્રેમ નથી. તેઓ વારંવાર એવું પણ કહેતા કે પતંજલીએ મલ્ટીનેશનલ કંપનીઓની ઉંઘ ઉડાડી દીધી છે.

(3:53 pm IST)