Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પોર્ન જોવામાં પુરૂષો કરતાં પાછળ નથી ભારતીય મહિલાઓ, સામે આવી હકિકત

ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છેઃ ઇન્ડીયા ટુડે સેકસ સર્વે ૨૦૧૯માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે.

નવી દિલ્હી, તા. ૯:  ભારતમાં પોર્ન વેબસાઇટોને પ્રતિબંધ કરવા છતાં તેના લગામ કસવી સરળ નથી. ડિજિટલાઇલેશનના આ યુગમાં સ્માર્ટ ગેજેટની મદદથી યુવાનો સરળતાથી પોર્ન વેબસાઇટ સુધી પહોંચી રહ્યા છે. ઇન્ડીયા ટુડે સેકસ સર્વે ૨૦૧૯માં ભારતીયો પોર્ન વેબસાઇટની સર્ફિંગ અથવા પોર્ન જોવાને લઇને ખુલાસો કર્યો છે. ભારતમાં જયાં પોર્ન કન્ટેટને બ્લોક કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સર્વેમાં ૭૯ ટકા ભારતીયો નિયમિત રૂપે કયારેક કયારેક પોર્ન જોવાની વાત કબૂલી છે.

આ રિસર્ચનો ભાગ ફકત પુરૂષો જ નહી મહિલાઓ પણ સમાનરૂપથી સામેલ હતી. કિશોરો દ્વારા પોર્ન જોવાને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશેષજ્ઞ પોર્ન વેબસાઇટોને કિશોરો માટે તેમની કામુક ઇચ્છાઓને સંતુષ્ટ કરવાનું એક માધ્યમ માને છે.

સર્વેમાં સામે આવ્યું પરિણામોમાં ૮૫.૫ ટકા પુરૂષોએ એ પણ સ્વિકાર્યું કે તે નિયમિત રીતે અથવા કયારેક કયારેક પોર્ન જુએ છે. આ મામલે મહિલાઓ પણ પુરૂષો કરતાં વધુ પાછળ નથી. સર્વેમાં ૭૧્રુ મહિલાઓએ પોર્ન જોવાની વાત પર સહમતિ વ્યકત કરી હતી. સ્પષ્ટ વાત છે કે મહિલાઓનું પોર્ન જોવાનું કારણ પણ પુરૂષો જેવું જ હોઇ શકે છે. સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ રિતેશ ભાટીયા કહે છે, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ, ડેટિંગ પોર્ટલ અને સ્માર્ટફોન એપ મોટાપાયે સેકસટોર્શન અને સાઇબર સ્કોટિંગ જેવા ગુનાઓમાં યોગદાન કરે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે પોર્નની લતથી ગુનામાં વૃદ્ઘિ તો થાય છે. સાથે જ યૌન અસુરક્ષા પણ પેદા થઇ રહી છે. તે પોર્ન કન્ટેટને સંબંધોમાં કડવાશ ઉભી કરવા માટે પણ જવાબદાર છે. આ વિષય પર સાઇકોલોસ્જિટ સાદિયા સલીદનું કહેવું છે, પોર્નની લત કિશોરોમાં ઝડપથી ફેલાઇ રહી છે. લોકોને લાગે છે કે દિવસભરના થાક બાદ હકિકતમાં યૌન સંબંધ બાંધવાની ઝંઝટના બદલે તેના માધ્યમથી આનંદ પ્રાપ્ત કરવો વધુ સરળ છે.

સલીદ જણાવે છે કે ઇન્ટરનેટના લીધે કિશોરોના યૌન વ્યવહારમાં પણ ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે યૌન સંબંધો અને અંતરંગતા વિષય પર સલાહ લેનાર રોગીઓની સંખ્યા પહેલાંથી જ વધુ થઇ છે. સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય વર્જિનિટીના મામલે હજુ લકીરના ફકીર છે. ઇન્ડીયા ટુડે સેકસ સર્વે ૨૦૧૯દ્ગક્ન અનુસાર ભારતમાં ૫૩ ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લે છે.

શું તમે કયારેય પોતાના પાર્ટનર સાથે બેવફાઇ કરવા વિશે વિચાર્યું છે? આ પ્રશ્નના જવાબમાં ઇન્દોરમાં ૮૫ ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારાની સંખ્યા ૪૬.૫ ટકા અને ગુરૂગ્રામમાં ૪૨.૬ ટકા રહી. તમને જણાવી દઇએ કે ઇન્ડીયા ટુડે સેકસ સર્વે ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ૪,૦૨૮ લોકો સાથે વાતચીત પર આધારિત છે. તેમાં ઉંમર વર્ગ ૧૪-૨૯, ૩૦-૪૯ અને ૫૦-૬૯ વર્ષના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.

(3:52 pm IST)