Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મંદીની ઇફેકટઃ કર સંગ્રહમાં ધરખમ ઘટાડો : IT ટાર્ગેટમાં માંગી શકે છે ૧ લાખ કરોડનો કાપ

નવી દિલ્હી : ડીમાન્ડમાં ઘટાડો તથા કરના દરોમાં ઘટાડાને કારણે પ્રત્યક્ષ કર સંગ્રહમાં ચાલુ નાણાકીય વર્ષેમાં મોટો ઘટાડો થાય તેવી શકયતા - આયકર વિભાગ પ્રત્યક્ષ કર સંગ્રહના લક્ષ્યાંકમાં ૧ લાખ કરોડ સુધીના ઘટાડાની માંગ કરી શકે છે આ માટેનું મોટુ કારણ મંદી છે. ઓકટોબર સુધી કોર્પોરેટ ટેક્ષ માત્ર ૦.પ ટકા પ્રાપ્ત થયો છે. જયારે ૧પ.૪ ટકાનું લક્ષ્ય હતું. પર્સનલ ટેક્ષ પ ટકા પ્રાપ્ત થયો છે. જયારે લક્ષ્યાંક રર.૪ ટકાનું છે. વિભાગને પ લાખ ર૦ હજાર કરોડનો પ્રત્યક્ષ ટેક્ષ પ્રાપ્ત થયો છે. જે ૧૩ લાખ રપ હજાર કરોડનું લક્ષ્ય હતું જે માત્ર ૩૯ ટકા જ છેઃ પ્રત્યક્ષ કર સંગ્રહનું અનુમાન ૧૭.૩ ટકા છે જો લક્ષ્યાંકમાં ફેરફાર નહિ થાય તો આવતાં પ મહિનામાં સંગ્રહમાં ૩૦ ટકાના દરે વૃધ્ધિની જરૂર પડશેઃ તેથી ૧ લાખ કરોડના કાપની માંગ થશે.

(3:31 pm IST)