Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કટોરો લઇને કલાસમાં વિદ્યાર્થીઓને જોઇ રહેલી છોકરીની તસવીર વાઇરલ થતાં સ્કુલે તેને એડમિશન આપી દીધું

હૈદ્રાબાદ તા.૧૧ : હૈદ્રાબાદની એક સરકારી સ્કુલની બહાર બેસીની ભિક્ષા માગતી દિવ્યા નામની છોકરીનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં  વાઇરલ થયો હતો. દિવ્યા રોજ વિદ્યાર્થીઓના મિડ-ડે મીલમાં બચેલું ખાવાનું મળવાની આશાએ સ્કુલની બહાર ચક્કર મારતી હતી. તેછોકરાઓને કલાસમાં ભણતા જોઇને વિસ્મય પણ પામતી. તેના હાથમાં ભિક્ષા માગવાનો ખાલી કટોરો હતો અને તે ચોરી છુપીથી કલાસમાં શું ચાલી રહ્યું છે એ જોતી હતી. આ સમયની તસ્વીર દેવલ ઝામ સિંહ નામના ભાઇએક સોશ્યલ મિડીયામાં અપલોડ કરી હતી. ગુડીમલકાપુર હાઇસ્કુલની બહારની આ તસ્વીર જોઇને સોશ્યલ મીડીયામાં તેના માટે ઘણી સહાનુભુતિ જાગી. દિવ્યાના માતાપિતા નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. આ માતાપિતા સફાઇ કામદાર હતા અને બપોરના સમયે જયારે દિવ્યા એકલી હોય ત્યારે ખાવાનું મેળવવાની આશાએ સ્કુલની આસપાસ આવી પહોચતી હતી. એક સ્વૈચ્છિક સંસ્થાએ આ તસ્વીર જોઇને દિવ્યાને પણ શિક્ષા મેળવવાનો હક્ક છે એવો અવાજ ઉઠાવ્યો. સ્કુલને પણ આ વાત વાજબી લાગી એટલે તેને એડમિશન આપવામાં આવ્યું. પહેલા દિવસે તેને યુનિફોર્મ પહેરવાને સ્કુલમાં મુકવામાં આવી ત્યારની તસ્વીરો પણ આ એનજીઓએ ફેસબુક પર શેર કરી હતી.

(3:28 pm IST)