Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ફૂડ ડિલિવરી કરતી મહિલા મેઘનાદાસ મેન્ગ્લુર મનપાની કોંગ્રેસની ટિકિટ પરથી લડે છે ચૂંટણી

ફૂડની ડિલિવરી કરવા લાંબી મુસાફરી કરતી હોવાથી લોકોની સમસ્યા વિશે સારી સમજ હોવાનું કથન

નવી દિલ્હી : કર્ણાટકમાં એક કંપનીમાં ફૂડ ડિલિવરીનું કામ કરતી મહિલા મેઘના દાસ હવે મેંગલુરુ સિટી કોર્પોરેશનની ચૂંટણી લડશે. કૉંગ્રેસ પાર્ટીએ તેણીને ટિકિટ આપી છે. મેઘના મન્નાગદ્દા વૉર્ડ (વૉર્ડ નંબર 28)માંથી ચૂંટણી લડશે. આ માટે મેઘનાએ 31ની ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે.

  કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારી મેઘના દાસનું કહેવું છે કે, તેણીને કોઈ આશા ન હતી કે ચૂંટણી લડવા માટે કૉંગ્રેસ પાર્ટી તેણીને ટિકિટ આપશે. મેઘના કહે છે કે મને ભગવાન પર પૂરો વિશ્વાસ હતો.
  મેઘનાના જણાવ્યા પ્રમાણે ફૂડની ડિલિવરી કરવા માટે તેણી ખૂબ મુસાફરી કરતી હતી, આથી તેણીને લોકોની સમસ્યા વિશે સારી સમજ છે. તેણી ચૂંટણી જીતશે તો લોકોની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે

(2:25 pm IST)