Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જમ્મુ-કાશ્મીરના બાંદીપોર વિસ્તારમાં અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર

આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી પરથી સિક્યોરિટી દળોનું સર્ચ ઓપરેશન

જમ્મુ કશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં આજે સવારે સિક્યોરિટી દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા.

 મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી પરથી સિક્યોરિટી દળો સર્ચ ઓપરેશ ચલાવી રહ્યા હતા ત્યારે એક સ્થળેથી સિક્યોરિટી દળો પર ગોળીબાર કરાયા હતા.

સિક્યોરિટી દળોએ વળતા ગોળીબાર કર્યા હતા. આ અથડામણમાં બે આતંકવાદી ઠાર થયા હતા.

આ બંને આતંકવાદીઓ પાસેથી સિક્યોરિટી દળોએ મોટી સંખ્યામાં શસ્ત્રો કબજે કર્યા હતા. હજુ સર્ચ ઓપેરશન ચાલુ હતું.

ભારતીય લશ્કરના કોઇ જવાનને ઇજા થઇ હોવાની કે જાનહાનિ થઇ હોવાની માહિતી મળી નહોતી

(1:08 pm IST)