Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભાજપ મહેબૂબા સાથે સરકાર બનાવી શકે તો અમે એનસીપી સાથે કેમ નહીં: શિવસેનાની સ્પષ્ટ વાત

ભાજપ પોતાના વાયદાઓથી ફરી રહી છે તો ગઠબંધન રાખવાનો કોઈ અર્થ નથી.

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકાની જાહેરાતની ઔપચારિકતા જ બાકી રહી છે

  શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેના સાથે જે વાત થઈ હતી તે ભાજપ માનવા માટે તૈયાર નથી.

 તેમણે કહ્યું, "રાજ્યપાલને ભાજપે કહી દીધું કે સરકાર નહીં બનાવી શકીએ પરંતુ અમને પૂછ્યું પણ નહીં. ભાજપ સાથેના સંબંધોમાં હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે

 મને વિશ્વાસ છે કે અમે રાજ્યને એક સ્થિર સરકાર આપીશું. શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓની ભૂમિકા છે કે અમે સાથે આવીને સરકાર બનાવીએ.

  સંજય રાઉતે કહ્યું કે ભાજપ મહેબૂબા મુફ્તી સાથે મળીને સરકાર બનાવી શકે છે તો શિવસેના કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને કેમ નહીં.

  તેમણે કહ્યું કે શિવસેના કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવે તો એમાં શું વાંધો છે. ભાજપ પોતાના વાયદાઓથી ફરી રહી છે તો ગઠબંધન રાખવાનો કોઈ અર્થ નથી.

(12:58 pm IST)