Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્યા ચુકાદાથી પૂર્વ કાનૂન મંત્રી-સાંસદ

સ્વ. અશોક સિંઘલજીને ભારત રત્નથી સન્માનિત કરોઃ સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી તા. ૧૧: રાજયસભા સાંસદ અને ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામી અત્યારે ખુશખુશાલ જણાય છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી દાયકાઓથી રામજન્મભૂમિની તરફેણ કરતા રહ્યા છે અને સુપ્રિમનો ચુકાદો આવ્યા પછી તરત જ તેમણે ટવીટ કરીને આને મોટી જીત ગણાવી હતી અને અશોક સીંઘલને ભારતરત્ન આપવાની સરકાર પાસેથી માગણી કરી હતી.

અત્રે યાદ અપાવીએ એક અયોધ્યા વિવાદને સામાન્ય સ્થાનિક મુદ્દામાંથી અત્યારના સૌથી મોટા ધાર્મિક અને રાજકીય વિવાદ સુધી પહોંચાડવામાં સિંધવ પાયાના પીઠબળ રહ્યા હતા. તેઓ બે દાયકા સુધી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે રહ્યા હતા અને વીઅચપીની પહેલી ધર્મ સંસદનું સફળ આયોજન કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

(12:49 pm IST)