Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

BJP વિપક્ષમાં બેસવા તૈયાર પરંતુ ૫૦-૫૦નાં વચન નિભાવવા તૈયાર નથી

શિવસેનાએ યોજી પત્રકાર પરીષદ : રાઉતે ભાજપ પર નીશાન સાધ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દ્યમાસાણ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે ભાજપ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે પરંતુ ૫૦-૫૦ પર પોતાનું વચન નિભાવવા માંગતો નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજનીતિક હાલાત માટે અમે નહીં પરંતુ ભાજપ જવાબદાર છે.

સંજય રાઉતે કહ્યું કે ભાજપ સાથે ચૂંટણી પહેલા જે કરાર હતો તેને માનવા માટે હવે તે તૈયાર નથી તો આવામાં હવે ભાજપ સાથે કયો સંબંધ રહ્યો. એનસીપી સપોર્ટ પર સંજય રાઉતે કહ્યું કે જે પાર્ટીઓ ગઈ કાલ સુધી એમ કહેતી હતી કે રાજયમાં કોઈ પણ સંજોગોમાં ભાજપનો સીએમ નહીં થવા દઈએ તેમના માટે આજે પરીક્ષાની દ્યડી છે. તેમણે આગળ આવીને દેખાડવું પડશે કે અમે મહારાષ્ટ્રને એક સ્થિર સરકાર આપી શકીએ છીએ.

આ અગાઉ આજે એક મોટા રાજકીય ઘટનાક્રમ હેઠળ શિવસેનાના કોટામાંથી કેન્દ્રમાં મંત્રી બનેલા અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ. સાવંતે આ માહિતી ટ્વીટ કરીને જાહેર કરી. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા જ સીટોની ફાળવણી અને સત્ત્।ાની વહેંચણી અંગે એક ફોર્મ્યુલા નક્કી થયો હતો. આ ફોર્મ્યુલા બંનેને સ્વીકાર હતો. હવે આ ફોર્મ્યુલા ન માનીને શિવસેનાને ખોટી ગણાવવાની કોશિશ થઈ રહી છે. સાવંતે કહ્યું કે શિવસેના એક સાચી પાર્ટી છે અને આવા ઙ્ગખોટા વાતાવરણમાં દિલ્હીની સરકારમાં પણ આખરે શું કામ રહેવું?

આ અગાઉ મુંબઈમાં શિવસેના ચીફ ઉદ્ઘવ ઠાકરેના ઘરે માતોશ્રી પર મોડી રાત સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં શિવસેના દ્વારા સરકાર સ્થાપવાની સંભાવનાઓ પર ચર્ચા થઈ હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં એકનાથ શિંદે, અનિલ દેસાઈ, મિલિન્દ નાર્વેકર, આદિત્ય ઠાકરે હાજર રહ્યાં હતાં. મીટિંગ બાદ મોટા ભાગના તમામ નેતાઓ મીડિયા સાથે વાત કરતા બચતા જોવા મળ્યાં હતાં. હાલમાં જ કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયેલા પ્રિયંકા ચતુર્વેદી પણ માતોશ્રીમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતાં. આ બેઠક રવિવારે મોડી રાતે ૧૧ વાગે શરૂ થઈ હતી અને લગભગ ૨.૩૦ વાગે પૂરી થઈ હતી.

(12:47 pm IST)