Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ-આરજેડીએ ઉમેદવારોની જાહેરાત કરી

રાંચી : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ અને આરજેડીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે ૬ અને રાજદે ૫ બેઠકો ઉપર નામ જાહેર કર્યા છે. ઝારખંડમાં ૫ તબકકે મતદાન યોજવાનું છે. જેમાં પહેલા તબકકામાં ૩૦ નવેમ્બરે મતદાન છે. જયારે ૭,૧૨, ૧૬ અને ૨૦ ડિસેમ્બરે બાકીના ચાર તબકકાનું મતદાન યોજાનાર છે. જયારે ૨૩ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ ઉરાંવ, પૂર્વ મંત્રી ચંદ્રશેખર દુબે સહિત કે.પી.યાદવ કે. એન. ત્રિપાઠી અને રામચંદ્રસિંહને મેદાનમાં ઉતાર્યા છે. જયારે રાજદે વિજય રામ, સંજય સિંહ યાદવ, સંજય પ્રસાદ, સુરેશ પાસવાન અને અત્યાનંદના નામની જાહેરાત કરી છે. ભાજપ પહેલા જ ૫૨ બેઠકોની જાહેરાત કરી ચુકી છે.

(11:25 am IST)