Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આ સપ્તાહે ચીફ જસ્ટિસ ગોગોઇ બાકીના ચાર કેસમાં ચુકાદો આપે એવી સંભાવના

૧૭ નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ નિવૃત્ત થવાના છે

નવી દિલ્હી તા. ૧૧ : અયોધ્યાના મામલે પુરાવાના આધારે આદર્શ ચુકાદો સંભળાવ્યા પછી હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અન્ય ચાર મોટા મામલાઓમાં ચુકાદો સંભળાવશે. જોકે અત્યાર સુધી અયોધ્યા મામલાને જ સૌથી મોટો માનવામાં આવતો હતો, પણ આહવે ચુકાદો આવી ગયા પી અન્ય મામલા પર ચુકાદાની રાહ જોવાઇ રહી છે. આ સપ્તાહે આ બાકીના ચાર કેસમાં પણ અંતિમ ચુકાદાની આશા વ્યકત કરવામાં આવી રહી છ.ે

આજ મહિને ૧૭ નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ નિવૃત્ત થવાના છે અને એ પહેલા તેઓ હવે બાકી રહેલા દિવસોમાં આ ૪ મામલે ચુકાદો આપવાના છે. હવે તેમની નિવૃત્તિની આડે માત્ર ૪ દિવસ બાકી રહ્યા છે. આ દરમ્યાન તેમણે ઐતિહાસિક ચુકાદા આપવાના છે. ૧૧ અને ૧ર નવેમ્બરે કોર્ટ ફરીથી બંધ રહેશે. ત્યાર તેમની પાસે ૪ દિવસનોસમય છે, કારણ ૧૭મી નવેમ્બરે તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે. એટલે એ દિવસે કોઇ નિર્ણય સંભળાવે એવી કોઇ સંભાવના નથી. એ દિવસે માત્ર નિવૃત્તિની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે.

અયોધ્યાવિવાદ મામલા બાદ બાકી રહેલા અન્ય ચાર મોટા મામલાઓમાં રફાલ વિમાન ડીલ, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, રાહુલ ગાંધીનો ચૌકીદાર ચોર હૈ અને સીજેઆઇ ઓફસરને આરટીઆઇના કાયદા હેઠળ લાવવાના મામલાનો સમાવેશ છે.

(10:32 am IST)