Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દિલ્હી: વકીલ-પોલીસ અથડામણમાં ઉન્નાવ કેસ જેવા મહત્વના ચુકાદાઓમાં થશે વિલંબ થવાની શકયતા

ઉન્નાવ કેસના 5 કાનૂની કેસીસના ચુકાદા હવે આ વર્ષના અંત સુધી આવે તેવી શક્યતા ખુબ ઓછી

નવી દિલ્હી : ઉન્નાવ બળાત્કાર કેસ જેનો ચુકાદો આ મહિનાના અંતમાં આવી જવાનો હતો તેમાં ચોથી નવેમ્બરે તીસ હઝારી કોર્ટમાં પોલીસ વકીલો વચ્ચેની તકરારના કારણે વિલંબ થાય તેવી શક્યતા છે. આ વિવાદના પગલે વકીલોએ કામ આગળ ધપાવવાનો ઇન્કાર કરી દીધો છે.

વકીલોએ કોર્ટનું કામ ચલાવવાનો ઇન્કાર કરી દેતા કોર્ટમાં અગત્યની સુનાવણીઓના કેસ લટક્યા છે. 4 નવેમ્બરથી ચાલુ થયેલા આ વિવાદ દરમિયાન ઉન્નાવ રેપ કેસ સહિત અનેક અગત્યના કેસીસ ચાલી રહ્યા હતા. સુનાવણીમાં પડી રહેલી અડચણોના કારણે ઉન્નાવ કેસના 5 કાનૂની કેસીસના ચુકાદા હવે આ વર્ષના અંત સુધી આવે તેવી શક્યતા ખુબ ઓછી છે.

જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ધર્મેશ શર્માને સુપ્રીમ કોર્ટ વડે રોજ ને રોજ સુનાવણી કરીને 45 દિવસમાં આ કેસનો ચુકાદો આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તપાસ સંસ્થાઓએ આ પહેલા ઘણી બાબતોમાં તપાસ કરવા અને ચાર્જશીટ દાખલ કરવા માટે વધારાનો સમય લીધો હતો.

(8:33 am IST)