Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીની જાહેરાત :81 52 બેઠકોમાંથી 52 સીટના ઉમેદવાર જાહેર

મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી લડશે

નવી દિલ્હી : ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ વિધાનસભાની 81 બેઠકોમાંથી 52 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદી મુજબ, મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરી.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક પ્રધાનમંત્રી મોદીના ઘરે  મળી હતી. ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, જેપી નડ્ડા, રઘુવર દાસ, ઓમ પ્રકાશ માથુર, અર્જુન મુંડા અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.

(12:00 am IST)