Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કર્ણાટકની વિધાનસભાની 15 બેઠકોની પેટા ચૂંટણી જાહેર પાંચ ડિસેમ્બરે મતદાન : સોમવારથી આચાર સંહિતા લાગુ

બેંગ્લુરુ : કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે આ બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે મતોની ગણતરી 9 ડિસેમ્બરે થશે. તથા 11 નવેમ્બરથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થશે.

             અત્રે ઉશેલખનીય છે કે 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવામાં આવ્યા બાદ રાજ્યની 15 બેઠકો પર પેટા ચૂંટણી થઇ રહી છે. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષના તત્કાલિન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ વાળા પ્રસ્તાવ પર 29 જુલાઇએ મતદાનથી પહેલા 17 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર કરાયા હતા.

             આ ધારાસભ્યો વિશ્વાસમત દરમિયાન હાજર રહ્યા નહોતા. તેથી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન વાળી સરકાર તુટી પડી હતી. ત્યારબાદ ભાજપનો સત્તામાં આવવાનો રસ્તો ક્લિયર બન્યો હતો. તત્કાલિન વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની વિરુદ્ધ આ ધારાસભ્યો 29 જુલાઇએ કોર્ટમાં પડકાર્યો હતો.

(12:00 am IST)