Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દિલ્હીમાં ઓડ-ઈવનમાં એક કરોડથી વધુનો દંડ વસૂલાયો : રોજે 500થી વધુ લોકો તોડે છે નિયમ

આ વખતે ચલાનની રકમ 2000થી વધારી 4000 કરાયો

નવી દિલ્હી : દિલ્હીના રસ્તાઓ પર ઓડ-ઈવનમાં  રોજે લગભગ 500 ચલાન કાપવામાં આવ્યા છે. રોજે લોકો નિયમો જાણતા હોવા છતા લોકો તોડે છે  ટ્રાન્સપોર્ટ, પોલીસ અને રાજસ્વ વિભાગની 600થી વધુ ટીમો આ લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે. છેલ્લાં છ દિવસો દરમિયાન નિયમો તોડીને લોકોએ એક કરોડ કરતા વધુનો દંડ ભર્યો છે.

ઓડ-ઈવન લાગુ થયા પછી પોલીસ તરફથી સૌથી વધુ ચલાન કાપવામાં આવ્યા છે. આ વખતે ચલાનની રકમ 2000થી વધારી 4000 કરવામાં આવ્યા છે તેમ છતા નિયમો તોડનારની સંખ્યા ઓછી થતી નથી. તેમાં ન માત્ર દિલ્હી પરંતુ બીજા રાજ્યોમાંથી દિલ્હી પ્રવેશ કરનાર વાહનો પણ શામેલ છે.

  છ દિવસો દરમિયાન લગભગ 3000 વાહન માલિકોને ચલાન આપવામાં આવ્યું છે જેના પર એક કરોડ કરતા વધુનો દંડ ભર્યો છે. નિયમોને તોડવામાં કેટલાંક એવા લોકો છે જે જરૂરી કામ અથવા આકસ્મિક પરિસ્થિતિઓના કારણે પ્રાઈવેટ વાહનોમાં સફર કરે છે જ્યારે કેટલાંક એવા છે જે જાણી જોઈને વિચારે છે કે થોડુ દુર જવામાં કોણ પકડશે. જો કે કેટલાંક લોકોએ કહ્યું કે તેમને આ બાબતે વધુ જાણકારી ન હોવાના કારણે આવી ભુલ થઈ છે.

(12:00 am IST)