Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આર્યનની ધરપકડને ‘ખાન’ હોવાની સજા ગણાવનાર મહેબુબા મુફ્તી સામે દિલ્હીમાં ફરિયાદ દાખલ કરાઈ

“સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો:તેમનું નિવેદન ઉશ્કેરણીજનક છે, જે સમુદાયો વચ્ચે નફરત અને વિવાદ ઉભા કરી શકે છે.: ફરિયાદમાં લગાવાયો આરોપ

નવી દિલ્હી : અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં ટિપ્પણી કરવા બદલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી સામે દિલ્હીના વકીલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુફ્તીએ સોમવારે ટ્વિટર પર લખ્યું કે કેન્દ્રીય એજન્સી આર્યન ખાનની અટકના કારણે પાછળ પડી છે.

મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર લખ્યું કે, “ચાર ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્રના કિસ્સામાં દાખલો બેસાડવાને બદલે કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના છોકરાની પાછળ છે. કારણ કે તે છોકરાની અટક ‘ખાન’ છે. ન્યાયની મજાક ઉડાવીને, ભાજપની મુખ્ય વોટ બેંકને ખુશ કરવા અને તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે.”

આ ટ્વીટ બાદ દિલ્હી સ્થિત એક વકીલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મહેબૂબા મુફ્તી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ FIR નોંધાવવી જોઈએ કારણ કે તેમણે “સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો”. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમનું નિવેદન ઉશ્કેરણીજનક છે, જે સમુદાયો વચ્ચે નફરત અને વિવાદ ઉભા કરી શકે છે.

(10:26 pm IST)