Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહારાષ્ટ્રમાં કોલસાની અછતને કારણે 13 પાવર પ્લાન્ટ બંધ : MSEDCLની ગ્રાહકોને ઓછી વીજળીનો ઉપયોગ કરવા અપીલ

MSEDCLના ચેરમેન વિજય સિંઘલે કહ્યું-વીજ કંપની 20 રૂપિયા પ્રતિ યુનિટના ઉંચા ભાવે વીજળી ખરીદી રહી છે, જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે

મુંબઈ :કોલસાની અછતને કારણે મહારાષ્ટ્રમાં 13 પાવર પ્લાન્ટ અત્યારે બંધ છે. રાજ્ય વીજ નિયામકે લોકોને ઓછામાં ઓછી વીજળીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. કોલસાની અછતને કારણે 13 પાવર પ્લાન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે.

જેના કારણે વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે. MSEDCLએ ગ્રાહકોને સવારે 6થી 10 અને સાંજે 6થી 10 વાગ્યા સુધી વીજળીનો ઓછો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સમયે વીજળીની માંગ પુરવઠા કરતા વધારે છે. પુરવઠાનું સંતુલન જાળવી રાખવા માટે લોકોને વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

MSEDCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલે જણાવ્યું હતું કે વીજ કંપની 20 રૂપિયા પ્રતિ યુનિટના ઉંચા ભાવે વીજળી ખરીદી રહી છે, જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. વિજય સિંઘલે કહ્યું કે કોલસાની સ્થિતિને જોતા આગામી 10 દિવસ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં રહેવાની ધારણા છે.

સિંઘલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં લગભગ 15-200000 મેગાવોટ વીજળીની અછત છે. આ કારણે તેમને બજારમાંથી વીજળી ખરીદવી પડે છે. આમાં, તેઓએ પ્રતિ યુનિટ 20 રૂપિયા જેટલું ચૂકવવું પડશે. પરંતુ લોકોની સુવિધા માટે બહારથી વીજળી ખરીદવામાં આવી રહી છે.

(10:21 pm IST)