Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

10 વર્ષનો મુસ્લિમ બાળક ગાઝીઆબાદના ' દાસના દેવી મંદિર ' માં પ્રવેશતા હોબાળો : પુજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી : મંદિરની રેકી કરવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો : આ વિસ્તારથી અજાણ્યો હોવાથી અન્ય લોકો સાથે મંદિરમાં આવી ચડ્યો હોવાનું જણાતા પોલીસે બાળકને મુક્ત કર્યો

ગાઝિયાબાદ : ગાઝિયાબાદમાં આવેલા દાસના દેવી મંદિરમાં આવી ચડેલા એક 10 વર્ષીય મુસ્લિમ બાળક વિરુદ્ધ નરસિંહાનંદ નામક પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા હોબાળો મચી જવા પામ્યો છે.

આ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી મુસ્લિમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવાનું  મંદિરના પ્રવેશદ્વાર ઉપર બોર્ડ લગાવી દેવાયું છે.તેમ છતાં આ મુસ્લિમ બાળક મંદિરમાં પ્રવેશતા પુજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તથા આ બાળક મંદિરમાં રેકી કરવા આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.તથા આ અંગે ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તંત્રએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળક પોતાના પરિવાર સાથે બહારગામથી આવ્યો હતો.તે આ વિસ્તારનો અજાણ્યો હતો.તેની ગર્ભવતી સિસ્ટર ઈન લો ને બાજુમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાથી બાળકનો પરિવાર તેની ખબર કાઢવા આવ્યો હતો.જે દરમિયાન આ ઘટના બનવા પામી હતી.તેવું જણાતા પોલીસે બાળકને મુક્ત કર્યો હતો.તેવું ધ.આઈ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)