Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પોક્સો એક્ટ હેઠળ ગુનેગાર સાબિત થયેલા આરોપીની સજા સુપ્રીમ કોર્ટે ઘટાડી : 2018 ની સાલમાં એક્ટમાં કરાયેલા સુધારા મુજબ ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઈ છે જયારે બનાવ ત્યાર પહેલાનો છે : અલ્હાબાદ હાઇકોર્ટે ફરમાવેલી સજા ઘટાડી સુપ્રીમ કોર્ટે 7 વર્ષની કરી

ન્યુદિલ્હી : પોક્સો એક્ટ હેઠળ ગુનેગાર સાબિત થયેલા આરોપીની સજામાં સુપ્રીમ કોર્ટે ઘટાડો કર્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ફરમાવેલી સજા ઘટાડી સુપ્રીમ કોર્ટે 7 વર્ષની કરી છે. જેના કારણમાં જણાવાયા મુજબ ગેંગ રેપનો બનાવ 2018 ની સાલ પહેલાનો એટલેકે 2013 ની સાલનો છે. 2018 ની સાલમાં એક્ટમાં કરાયેલા સુધારા મુજબ ઓછામાં ઓછી દસ વર્ષની સજાની જોગવાઈ છે જયારે બનાવ ત્યાર પહેલાનો છે.

ગેંગ રેપની ઘટના બાજુ પર રાખી નામદાર કોર્ટે આરોપીની સજામાં ઘટાડો કરતા ફરમાવ્યું હતું કે આરોપી પાંચ સંતાનોનો પિતા છે. તેનો ભૂતકાળ ગુનાથી ખરડાયેલો નથી.અને ભવિષ્યમાં બનાવનું પુનરાવર્તન થવાની શક્યતા લાગતી નથી. તેથી પોક્સો એક્ટ હેઠળ 2018 ની સાલ પહેલાની જોગવાઈ મુજબ 7 વર્ષની સજા ફરમાવાઈ હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:06 pm IST)