Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સરકારી આવાસ યોજનામાં મહિલાઓ માટે 100 ટકા અનામત ગેરબંધારણીય : પુરુષો અને ટ્રાન્સજેન્ડર પ્રત્યેનો ભેદભાવ ચલાવી શકાય નહીં : આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

આંધ્ર પ્રદેશ : આંધ્ર પ્રદેશ હાઇકોર્ટએ એક ચુકાદામાં જણાવ્યું છે કે સરકારી આવાસ યોજનામાં મહિલાઓ માટે 100 ટકા અનામત ગેરબંધારણીય છે. પુરુષો અને ટ્રાન્સજેન્ડર પ્રત્યેનો ભેદભાવ ચલાવી શકાય નહીં.આ બાબત બંધારણના સમાનતાના નિયમ વિરુદ્ધ છે.

'નવરત્નલુ પેડાલેન્ડરીકી ઇલુ "આવાસ યોજનામાં મહિલાઓ માટે 100 ટકા અનામત રાખવા વિરુદ્ધ કરાયેલી પિટિશન અંગે ચુકાદો આપતાઆંધ્ર પ્રદેશ હાઇકોર્ટ એમ.સત્યનારાયણ મૂર્તિ એ જણાવ્યું હતું કે અમે મહિલાઓના હક્કની વિરુદ્ધ નથી. પરંતુ પુરુષો અને ટ્રાન્સજેન્ડર પ્રત્યેનો ભેદભાવ ચલાવી શકાય નહીં. જે બંધારણ વિરુદ્ધ છે.
નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે ગરીબી રેખા હેઠળ જીવતા અને આવાસ મેળવવા લાયકાત ધરાવતા પુરુષો તથા ટ્રાન્સજેન્ડરને અન્યાય ન થવો જોઈએ.

આથી રહેણાંક ફાળવણી મુદ્દે યોગ્ય કરવા નામદાર કોર્ટે નિષ્ણાત કમિટીની રચના કરવા સૂચવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)