Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોદી સરકારની મોટી યોજના : પ્રમુખ ઇન્‍ફ્રા કનેક્‍ટિવિટી પ્રોજેકટ માટે બહાર પડાશે કોમન ટેન્‍ડર

વડાપ્રધાનનો આગ્રહ સરકારમાં ગતિ શકિત માસ્‍ટર પ્‍લાનને જમીની સ્‍તર પર લઇ જવાનો છે

નવી દિલ્‍હી તા. ૧૧ : ગતિશક્‍તિ પ્રોજેક્‍ટથી દેશની તસવીર બદલાઈ જવાની છે. ૧૩ ઓક્‍ટોબરે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ પ્રોજેક્‍ટની રૂપરેખા દેશની સમક્ષ રજૂ કરશે. દેશની વિકાસ યાત્રાને ઝડપથી આગળ વધારવા માટે આ મેગા પ્રોજેક્‍ટમાં અનેક જોગવાઈઓ રાખવામાં આવી છે. તેમાં પ્રમુખ ઇન્‍ફ્રા કનેક્‍ટિવિટી પ્રોજેક્‍ટ માટે એક કોમન ટેન્‍ડર લાવવાનો વિચાર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે ૭૫માં સ્‍વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ ગતિ શક્‍તિ પ્રોજેક્‍ટની જાહેરાત કરી હતી.
પીએમ ગતિશક્‍તિ પ્રોજેક્‍ટનો ઉદ્દેશ્‍ય કેન્‍દ્રીય એજન્‍સીઓ, રાજય એજન્‍સીઓ, શહેરી સ્‍થાનિક એકમો અને ખાનગી ક્ષેત્રની વચ્‍ચે પ્રભાવી રીતે સમન્‍વય કરવા માટે એક ક્ષેત્રમાં ગ્રીનફિલ્‍ડ રસ્‍તાઓ, રેલવે અને ઓપ્‍ટિકલ ફાઇબર કેબલ, ગેસ લાઇનો અને વીજળી લાઇનોલ જેવી ઉપયોગિતાઓથી સંબંધિત ગતિવિધિઓને એક સાથે આગળ વધારવાનો છે. તેમાં પસંદગીના ભૌગોલિક ક્ષેત્રોમાં સિંગલ નોડલ એજન્‍સીને જવાબદારી સોંપવામાં આવશે. તેનાથી કોમન ટેન્‍ડર સહિત તમામ ગતિવિધિઓને શરૂ કરી શકાશે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પીએમ મોદી આ આઇડિયા પર કામ કરવા માટે ખૂબ ઈચ્‍છુક છે. ગતિ શક્‍તિ માસ્‍ટર પ્‍લાનનો ઉદ્દેશ્‍ય કોઈ પણ પ્રોજેક્‍ટમાં તકલીફોને ઓછી કરવી, ખર્ચમાં બચાવ અને તાત્‍કાલિક મંજૂરી આપવી. અધિકારીએ કહ્યું કે, સરકારની અંદર કોમન ટેન્‍ડરિંગ એક પડકાર ભરેલું કામ છે પરંતુ જો તેને પ્રાપ્ત કરી લેવાશે તો અસલી ગેમ-ચેન્‍જર થઈ શકે છે. વડાપ્રધાનનો આગ્રહ સરકારમાં ગતિ શક્‍તિ માસ્‍ટર પ્‍લાનને જમીની સ્‍તર પર લઈ જવાનો છે.
પીએમ ગતિ શક્‍તિ રાષ્ટ્રીય માસ્‍ટર પ્‍લાનને એક એકીકૃત યોજનાના રૂપમાં તૈયાર કરવામાં આવ્‍યો છે. તેનો ઉદ્દેશ્‍ય છે કે દરેક ડિપાર્ટમેન્‍ટે એક સાથે લાવીને ચાલવું. જેનાથી કોઈ કામમાં કોઈ અડચણ ન આવે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તકલીફોને દૂર કરવી, ખર્ચ ઓછો કરવો અને સાથોસાથ કામ જલ્‍દી પૂરું કરવું સુનિશ્ચિત કરવું રાષ્ટ્રીય માસ્‍ટર પ્‍લાન અનુસાર માળખાકિય સુવિધાઓના વિકાસ માટે માર્ગદર્શક સિદ્ધાંત છે.
પીએમ ગતિશક્‍તિ રાષ્ટ્રીય માસ્‍ટર પ્‍લાન સમગ્ર રૂપથી એલએનજી કે મેથલોન જેવા વૈકલ્‍પિક ઇંધણના ઉચચ ઉપયોગને પ્રોત્‍સાહિત કરવા ઉપર પણ ભાર મૂકશે. યોજના અનુસાર, ઉદ્યોગો માટે મુખ્‍ય માંગ અને આપૂર્તિ કેન્‍દ્રોને જોડનારી વધારાની ૧૭,૦૦૦ કિલોમીટર લાંબી ટ્રંક પાઇપલાઇનના નિર્માણ કરીને ૨૦૨૪-૨૫ સુધી દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરીને ૩૪,૫૦૦ કિલોમીટર કરવાનું લક્ષ્ય છે.


 

(10:22 am IST)