Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

એર ઇન્‍ડિયા બાદ વધુ બે સરકારી કંપનીઓ વેચવાનો સોદો પાકો

ડિસેમ્‍બરમાં થશે જાહેરાત

નવી દિલ્‍હી તા. ૧૧ : ખોટ ખાતી સરકારી કંપનીઓને પ્રાઈવેટ સેક્‍ટરને વેચી દેવાનુ સરકારનુ અભિયાન એર ઈન્‍ડિયાના થયેલા સોદા બાદ વેગ પકડી રહ્યુ છે.
ડિસેમ્‍બર સુધીમાં વધુ બે સરકારી કંપનીઓ પ્રાઈવેટ પ્‍લેયર્સના હાથમાં જાય તેવી શક્‍યતાઓ છે.સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે નીલાચલ સ્‍ટીલ અને સેન્‍ટ્રલ ઈલેક્‍ટ્રોનિક્‍સ આ બે કંપનીઓની ડીલ ફાઈનલ સ્‍ટેજમાં છે.જે ડિસેમ્‍બર સુધીમાં પૂરી થઈ જશે.
સરકારના ડિસઈન્‍વેસ્‍ટમેન્‍ટ વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્‍ટરવ્‍યૂમાં કહ્યુ હતુ કે, સરકાર જે કંપનીઓનુ પ્રાઈવેટાઈઝેશન કરવા માંગે છે તેમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા તેમજ પવન હંસ કંપની પણ સામેલ છે.આ સિસવાય સરકાર એલઆઈસીના શેર બજાર પર મેગા લિસ્‍ટિંગની અને માર્ચ ક્‍વાર્ટરમાં બીપીસીએલ તેમજ બીઈએમએલના પ્રાઈવેટાઈશેન પર પણ આશા રાખી રહી છે.
એર ઈન્‍ડિયાની માલિકી ટાટા ગ્રૂપ પાસે ગયા બદા એવુ કહેવાઈ રહ્યુ છે કે, સરકાર માટે બીજી દેવાદાર સરકારી કંપનીઓના ખાનગીકરણનો રસ્‍તો આસાન બનશે.ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપે એર ઈન્‍ડિયાને ૧૮૦૦૦ કરોડ રુપિયામાં ખરીદી લીધી છે.

 

(10:20 am IST)