Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

૧૦ દિવસમાં જ પેટ્રોલના ભાવમાં ૨.૮૦ રૂપિયા તો ડીઝલના ભાવમાં ૩.૩૦ રૂપિયા વધારો થયો

આજે ફરી પેટ્રોલ - ડીઝલના ભાવ વધ્યા : પેટ્રોલ ૩૦ પૈસા તો ડીઝલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું

નવી દિલ્હી તા. ૧૧ : પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ મહિને દર રોજ વધી રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલ ૩૦ પૈસા પ્રતિ લીટર તો ડીઝલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઓકટોબર મહિનાની શરુઆતના ૧૦ દિવસમાં જ પેટ્રોલના ભાવમાં ૨.૮૦ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે ડીઝલના ભાવમાં ૩.૩૦ રુપિયા વધારો થઈ ચૂકયો છે.

દિલ્હીમાં સોમવારે પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૪.૪૪ રૂપિયા પર ચાલ્યો ગયો છે. ત્યારે ડીઝલ પણ જંપ લગાવીને ૯૩.૧૮ રુપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.

દિલ્હી પેટ્રોલ ૧૦૪.૪૪ રૂપિયા અને ડીઝલ ૯૩.૧૮ રૂપિયે પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૧૦.૪૧ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૦૩ રૂપિયે પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૧૦૧.૭૯ રૂપિયા અને ડીઝલ ૯૭.૫૯ રૂપિયે પ્રતિ લીટર, કોલકત્તા પેટ્રોલ ૧૦૫.૦૯ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૮ રૂપિયે પ્રતિ લીટર,

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પાર થઈ ચૂકયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજયોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેકસ બાદના ભાવના કારણે અલગ હોય છે.

(10:04 am IST)