Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરીવાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ

જમીન પોચી હોવાથી તેમનું હેલિકોપ્ટર જમીનમાં દબાઈ ગયું

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તેઓ રાયગઢમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં ફડણવીસનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું. તે સમયે જમીન પોચી હોવાથી તેમનું હેલિકોપ્ટર જમીનમાં દબાઈ ગયું હતું. જો કે, તે સમયે પાયલોટે સમયસૂચકતા જાળવી તેથી તેઓ આબાદ બચી ગયા. ઘટનાની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા  અને સ્થિતિનો તાગ મેળવ્યો.હતો  અને માહિતી આપી કે આ કોઇ મોટી દુર્ઘટના નહોતી.

  જોકે આ કોઈ પહેલીવાર નથી કે, ફડણવીસ દુર્ઘટનામાં બચ્યા હોય. આગાઉ બે વખત તેમનો આ રીતે બચાવ થયો છે. વર્ષ 2017માં અલીબાગમાં તેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદ 2016માં પણ તેમનો લાતુરમાં આ રીતે બચાવ થયો હતો.

(10:22 pm IST)