Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ટુરિસ્ટ ગાઈડ ડાંસ કરીને વિદેશી સહેલાણીઓને સમજાવે છે ઇતિહાસ:મદુરાઈના તમિલ ગાઈડનો વીડિયો વાઈરલ

નગેન્દ્ર પ્રભુ ટુરિસ્ટ ગાઈડ બન્યા પહેલાં એક શિક્ષકની નોકરી કરતાં હતા

મદુરાઈ : વિદેશમાંથી સહેલાણીઓ ભારત ફરવા માટે આવતા હોય છે. ભારત વિવિધતાથી ભરેલો દેશ અને તેના લીધે રાજ્યમાં પણ અનેક ભાષાઓ હોય છે. આવા સમયે વિદેશથી આવેલાં સહેલાણીઓ ગાઈડ રાખતા હોય છે.

  મદુરાઈ ખાતે એક તમિલ ગાઈડનો વીડિયો વાઈરલ થયો છે. આ ટુરિસ્ટ ગાઈડનું નામ નાગેન્દ્ર પ્રભુ છે. આ ટુરિસ્ટ વિદેશી પ્રવાસીઓને ભારતની સંસ્કૃતિ વિશે કલાસીકલ ડાંસની મુદ્રા કરીને સમજાવે છે. વિદેશી સહેલાણીઓ પણ ખૂશ જોવા મળી રહ્યાં છે.

   નૃત્યનો સહારો લઈને તેઓ મંદિરના અને સંસ્કૃતિના ઈતિહાસ વિશે વિદેશી પ્રવાસીઓને સમજણ આપે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ભારે વાઈરલ થયો છે. નગેન્દ્ર પ્રભુ ટુરિસ્ટ બન્યા પહેલાં એક શિક્ષકની નોકરી કરતાં હતા. તેઓ બાળકોને ઈતિહાસ વિવિધ નૃત્યની મુદ્રાઓ દ્વારા સમજાવતા હતા. હવે તેઓ ટુરિસ્ટ ગાઈડ બની ગયા છે તો વિદેશી સહેલાણીઓને પણ આ રીતે સમજાવે છે.

(10:15 pm IST)