Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનનાં ફાયરિંગમાં એક જવાન શહીદ

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 2 ઓક્ટોબર સુધી 2,225 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું,

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં  સરહદ પરનાં ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ સમયે, ભારતીય સેના દ્વારા  પણ તાત્કાલિક મોરચો સંભાળી પાકિસ્તાન સૈન્યને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો

  જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370થી હટાવ્યા બાદથી પાકિસ્તાન ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે તે સમય-સમય પર યુદ્ધ વિરામના ઉલ્લંઘન સાથે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન પાંચ વર્ષમાં સૌથી વધુ કરવામાં આવ્યું છે.

   ભારતીય સૈન્યના ડેટા મુજબ, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 2 ઓક્ટોબર સુધી 2,225 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે , જેનો અર્થ છે કે આ સમયગાળા દરમિયાન તેણે દિવસમાં સરેરાશ આઠ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

(10:05 pm IST)