Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

યુ.એસ.માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરાયેલ '' ન્યુ ઇનોવેટર એવોર્ડ'' ની યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા : યુ.એસ.માં  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા ર૦૧૯ ની સાલ માટે જાહેર કરાયેલી વાર્ષિક '' ન્યુ ઇનોવેટર એવોર્ડ'' માટેની યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રી રજત ગુપ્તા, શ્રી મંદર દિપક મઝમુદાર, સુશ્રી ઉપાસના શર્મા, તથા શ્રી વસંથ વેદાનંથમનો સમાવેશ થાય છે.

૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકો પૈકી શ્રી ગુપ્તા બ્રિંધમ સ્થિત વીમેન્સ હોસ્પિટલમાં કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવાઓ આપે છે. તથા  શ્રી મઝમુદાર મેલ કેન્સર બાયોલોજી ઇન્સ્ટીટયુટમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. શ્રી શર્મા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શાંતાક્રુઝ મુકામે ડીપાર્ટમેન્ટ ઓફ મોલેકયુલરમાં આસી. પ્રોફેસર છે. તથા શ્રી વેદાન્થમ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સાન ફ્રાન્સિસ્કો મુકામે એશોશીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

(9:21 pm IST)