Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

હોમ લોન માટે પ્રોસેસિંગ ફી ચાર્જ કરવા માટે SBIની હિલચાલ શરૂ

પ્રોસેસિંગ ફી લેવાની શરૂઆત કરવાને લઇને તમામમાં ચર્ચા : આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ તેની વ્યાજની આવકમાં ઘટાડો થતાં એસબીઆઈની મુશ્કેલીઓ વધી : પરિપત્રને જારી કરીને આપેલી સૂચના

બેંગ્લોર, તા. ૧૧ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં દેશની સૌથી મોટી એસબીઆઈએ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેટ અને બિલ્ડરોને લોન, ટોપઅપ પ્લાન અને હોમ લોન મેળવનાર લોકો માટે પ્રોસેસિંગ ફી ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેની વ્યાજની આવકમાં તીવ્ર ઘટાડો થઇ ચુક્યો છે જેથી એસબીઆઈ વ્યાજદરની આવકમાં તીવ્ર ઘટાડાનો સામનો કરી રહી છે. આંતરિક પરિપત્રમાં એસબીઆઈએ કહ્યું છે કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી લોન પ્રપોઝલ સોર્સ માટે તહેવારના ગાળા દરમિયાન કરવામાં આવેલી પ્રોસેસિંગ ફીની સંપૂર્ણ માફી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, ૧૫મી ઓક્ટોબર સુધી સોર્સ્ડ પ્રપોઝલ માટે માફી ચાલુ રહેશે. પહેલી જુલાઈ ૨૦૧૯ના દિવસે એસબીઆઈ જે બેંચમાર્ક રેપોરેટના તેના લેન્ડિંગ રેટ સાથે લિંક્ડ કરી દીધા છે તે પહેલા એસબીઆઈ દ્વારા માર્કેટમાં ઓછા રેટની ઓફર કરી હતી. લિંક કરવાના નિર્ણય બાદ રેટમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. પહેલી જુલાઈના દિવસે એસબીઆઈએ ડાયનેમિક મુવિંગ રેટના મામલામાં હોમ લોનને ઓટોમેટિકલીરીતે જોડે તે સોફ્ટવેરની શરૂઆત કરી હતી.

            એસબીઆઈની આ હિલચાલને લઇને પણ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એસબીઆઈ બાદ અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધી શકે છે. જો કે, એસબીઆઈના આ વલણને લઇને હજુ સુધી કોઇએ પણ પ્રતિક્રિયા આપી નથી. કોર્પોરેટ અને બિલ્ડરોને લોનને લઇને કોઇ પ્રતિક્રિયા મળી રહી નથી. સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સિક્યુરિટી જેસન એસેટ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ રજિસ્ટ્રેશનની ફીમાં મોડેથી વધારો કરવામાં આવી શકે છે. પ્રોસેસિંગ ફી ૦.૪ ટકાની આસપાસ રહેશે. વ્યક્તિગત લોકો માટે રેંજ ૧૦૦૦૦થી ૩૦૦૦૦ની અંદર રહેશે જ્યારે બિલ્ડરો માટે ૫૦૦૦ રૂપિયાનો ફ્લેટ ચાર્જ રહેશે.

(8:19 pm IST)