Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આર્થિક મોરચે વધુ એક ઝટકો : ઈન્ડસ્ટ્રિયલ ઉત્પાદન છ વર્ષના તળિયે ગગડ્યું

દેશની 23 ઈન્ડસ્ટ્રી ગ્રુપ્સમાંથી 15માં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ગગડીને નેગેટિવ થઈ ગયો

નવી દિલ્હીઃ આર્થિક મોર્ચે સતત ઝાટકા ખાઈ રહેલ દેશની અર્થવ્યવસ્થાને એવા સમયે ઝાટકો લાગ્યો જ્યારે સતત બીજા મહિને ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં ગિરાવય જોવા મળી. તાજા આંકડાઓ મુજબ પાછલા ક્વાર્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિદર શૂન્યથી નીચે ચાલ્યો ગયો છે. જે 1.1 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2013 બાદ આ સૌથી કમજોર આંકડા છે. દેશની 23 ઈન્ડસ્ટ્રી ગ્રુપ્સમાંથી 15માં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ગગડીને નેગેટિવ થઈ ગયો છે.

ભારત સરકારના  આંકડાઓ મુજબ ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગિરાવટ નોંધાઈ છે  ઔદ્યોગિક ઉત્પાદનમાં આ ગિરાવટ 1.1 ટકાની થઈ. આ વર્ષે જુલાઈમાં જે 4.3 ટકા હતી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ના આધાર પર માપવામાં આવતી ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર પાછલા વર્ષ એટલે કે જુલાઈ 2018માં 6.5 ટકા રહ્યો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે કેટલાય સેક્ટર્સમાં ઉત્પાદન ઘટવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

ઓગસ્ટ 2018માં વિજળી ક્ષેત્રનું ઉત્પાદન 7.6 ટકા વધ્યું હતું. જ્યારે ખનન ક્ષેત્રનું ઉ્પાદન 0.1 ટકા પર સ્થિર રહ્યું. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટની અવધી દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ ઘટીને 2.4 ટકા રહી છે. અગાઉ નાણાકીય વર્ષની સમાન અવધિમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર 5.3 ટકા રહ્યો હતો.

(10:00 pm IST)