Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સરકાર દ્વારા EPF એકાઉન્ટ ધરાવનારા ગ્રાહકો માટે ૨૦૧૮-૧૯માં વ્યાજદરમાં વધારો કરીને ૮.૬પ ટકા કરવાની જાહેરાતઃ ઘરે બેઠા માહિતી મળશે

નવી દિલ્હી: જો તમારું પણ પીએએફ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે કામના છે. જી હાં સરકારે થોડા દિવસો પહેલાં 2018-19 માટે વ્યાજ દરમાં વધારો કરી 8.65 ટકા કરવાની જાહેરાત કરી હતી.  હવે 6 કરોડ EPF ખાતાધારકોના ખાતમાં ટૂંક સમયમાં વ્યાજ રકમ પહોંચવાની છે. તેના નાણા મંત્રાલય દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. ઇપીફઓ દ્વારા પીએફ એકાઉન્ટમાં કુલ 5400 કરોડ રૂપિયા નાખવામાં આવશે. 

દરેક પીએફ એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં વ્યાજના પૈસા મોકલવામાં આવશે. પરંતુ તમે પણ વિચારી રહ્યા છો કે તમારા એકાઉન્ટમાં વ્યાજના કેટલા પૈસા આવ્યા છે. તો તેના માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઓનલાઇન એકદમ સરળ રીત જેના દ્વારા તમે પણ તમારા પીએમ ખાતાના બેલેન્સને ચેક કરી શકો છો.

SMS દ્વારા ખાતાનું બેલેન્સ

જો UAN EPFO માં રજિસ્ટર છે તો પીએફ બેલેન્સ સરળતાથી ખબર પડી શકે છે. તેના માટે 7738299899 પર SMS મોકલવો પડશે <<EPFOHO UAN ENG>>. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિંદી, કન્નડ, તેલુગૂ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ ઉપલબ્ધ છે. તેના માટે ENG અથવા HIN અથવા ભાષાની શરૂઆતના 3 અક્ષર લખવા પડશે.

EPFO વેબસાઇટ

તમે EPFO ની વેબસાઇટ પરથી તમારી પાસબુક ચેક કરી શકો છો. તેના માટે UAN ની સાથે લોગઇન કરવું પડશે. અહીં લોગઇન કરતાં તમને પાસબુક મળશે.

EPFO એપ

EPFO m-sewa એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ ડાઉનલોડ થયા બાદ મેંબર પર ક્લિક કરી તમે બેલેન્સ/પાસબુક સેક્શનમાં બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે UAN અને મોબાઇલ નંબર નાખવો પડશે.

મિસ્ડ કોલ

જો તમારો UAN EPFO પોર્ટલ સાથે લિંક છે તો રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો. ત્યારબાદ ઇપીએફઓ (EPFO) થી એક સંદેશ મળશે જેમાં બેલેન્સની ડિટેલ હશે. તેના માટે UAN, બેંક એકાઉન્ટ, પેન અને AADHAAR લિંક હોવું જરૂરી છે.  

(4:47 pm IST)