Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પોતાના ધર્મ અનુસાર પૂજાની છે આઝાદી

રાફેલની પૂજા પર શરૂ થયેલા વિવાદ પર રાજનાથનો જવાબઃ મને જે ઠીક લાગ્યું તે કર્યુઃ નાનપણથી માનુ છું કે કોઇ મહાશકિત છે

જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, 'મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યુ છે. મારી આસ્થા છે કે કોઇ મહાશકિત છે અને હું નાનપણથી તેના પર વિશ્વાસ રાખું છું.'

રાજનાથસિંહે કહયું, 'બધા ધર્મના લોકોને પોતાની આસ્થા અનુસાર પ્રાર્થના કરવાનો હકક છે. જો બીજા કોઇએ આમ કર્યુ હોત તો હું તેના પર વાંધો ન ઉઠાવત.' કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા નારાજગી પ્રદર્શિત કરવા બાબતે તેમણે કહયું, 'હું માનું છું કે કોંગ્રેસમાં પણ આ બાબતે વિચારો અલગ અલગ હશે.' બધાના વિચારો એક જ હોય તેવું જરૂરી નથી.'.

રાજનાથસિંહે રાફેલથી ભારતીય વાયુસેનાને મળનારી તાકાત અંગે વાત કરતા તેમણે કહયું કે તે ૧૮૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. મેં ૧૩૦૦ કિ. મી. ની ઝડપે તેમાં ઉડ્ડયન કર્યુ હતું. રાફેલ જેટ ભારતમાં આવવા અંગેનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન મોદીને આપતા તેમણે કહયું કે તેમના નેતૃત્વમાં જ આ શકય બની શકયું છે.

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પેરીસ જઇને ૩૬ રાફેલ વિમાનોમાંનું પહેલુ વિમાન સ્વીકાર્યુ હતું. એટલું જ નહીં તેમણે ત્યાં રાફેલ એરક્રાસ્ટમાં ઉડ્ડયન પણ કર્યુ હતું. એરક્રાફટ સ્વીકાર્ય પછી તેમણે દશેરા નિમીતે શસ્ત્ર પૂજનની વિધી કરીને રાફેલની પણ પૂજા કરી હતી. રાફેલ ઉપર ઓમ લખવા, નારીયેલ ચઢાવવા અને પૈડા નીચે લીંબુ રાખવાની બધા લોકો નિંદા કરી રહ્યા હતાં. એટલું જ નહીં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંદિપ દિક્ષીતે પણ  આ રીતે એરક્રાફટની પૂજા કરવા સામે વાંધો પ્રદર્શિત કર્યો હતો.

(3:59 pm IST)