Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોઇંગ ૭૩૭ના ૩૬ વિમાનોની પાંખમાં પડી તીરાડો

વોશીંગ્ટનઃ બોઇંગ ૭૩૭ એનજી મોડલના ૩૬ વિમાનોની પાંખમાં જોવા મળ્યા પછી અમેરીકમા  અને બ્રાઝીલે ૧૩ વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ મુકી દીધો છે. નિરિક્ષણ દરમ્યાન વિમાનોની પાંખોને તેના ધડ સાથે  જોડતી જગ્યાએ ૩૬ વિમાનોમાં તિરાડ જોવા મળી હતી. અમેરીકાની સાઉથ વેસ્ટ એરલાઇન્સ અને બ્રાઝીલની જીઓએલએ ૧૩ વિમાનોને ગ્રાઉન્ડ કરી દીધા છે. ફેડરલ એવીએશન ઓથોરીટીએ કહ્યુ છે કે તિરાડોના કારણે વિમાન પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની રહ્યુ છે. એફએએ એ ૬૮૬ વિમાનોની તપાસ કરી હતી. તેમાંથી ૫ ટકામાં આ તિરાડો જોવા મળી હતી.

બોઇંગ કંપની પોતાના ૭૩૭ મેકસને રીપેર કરવા પર કામ કરી રહી છે. માર્ચમાં ઈથીયોપીયામાં બોઇંગ ૭૩૭ મેકસ ્ક્રેશ થઇ ગયુ હતુ. જેમાં ૧૫૭ પ્રવાસીઓના મોત થયા હતા. ગયા વર્ષે ઓકટોબરમાં બોઇંગ મેકસ વિમાન જાકર્તાથી  ઉડ્યા પછી અકસ્માતનો શિકાર બન્યુ હતુ.

બોઇંગે ટેકનીકલ ક્ષતિ અંગે બયાન બહાર પાડીને કહ્યુ 'અમે અમારા ગ્રાહકોની સુરક્ષામાં કોઇ બાંધછોડ નહીં કરીએ ક્ષતીની તપાસ પછી તેને સંપુર્ણપણે સુધારી લેવામાં આવશે.'

(3:53 pm IST)