Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જર્મનીમાં યહુદીઓના પ્રાર્થના સ્થળ બહાર ફાયરીંગમાં બેના મોત

બર્લિનઃ જર્મનીના હાલે શહેરમાં બુધવારે હથિયારોથી સજ્જ એક હુમલાખોરે યહુદીઓના એક પ્રાર્થના સ્થળની બહાર આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકો માર્યા ગયા હતા. હુમલાખોરે યહુદીઓને બધી તકલીફોનુ મૂળ ગણાવ્યા હતા.

હુમલાના સમયે પ્રાર્થના સ્થળે લગભગ ૭૦ થી ૮૦ લોકો હાજર હતા.  હુમલાખોરે સોશ્યલમીડીયા પર હુમલા લાઇવ વીડીયો બનાવ્યો હતો. , જેને હટાવવાનુ કહેવામાં આવ્યુ છે. જર્મનીના ગૃહ પ્રધાન હોસ્ટ સીહોફરે કહ્યુ છે કે હુમલા પાછળ કારણ દક્ષીણપંથી કટ્ટરવાદીઓ હોઇ શકે છે. આરોપીએ બૂમો પાડીને કહ્યુ હતુ કે બધી તકલીફોનુ કારણ યહુદીઓ જ છે.  નારીવાદના કારણે જન્મદરમાં ઘટાડો થયો છે. આ બધુ પશ્ચિમ દેશો માટે આજે મુશ્કેલીભર્યુ બની ગયુ છે. હુમલાખોરે પોતાનુ નામ એનોન જણાવ્યુ હતુ.

ઈજરાયલી વડાપ્રધાન બેન્જીમીન નેતાન્યાહએ ઘટનાની નિંદા કરતા કહ્યુ કે આ હુમલો યુરોપમાં યહુદીઓની વિરુધ્ધ વધી રહેલ ઘૃણાની નિશાની છે.

(3:52 pm IST)