Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સતત ૧૨માં વર્ષે મુકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીયઃ અદાણીની છલાંગ

ફોર્બ્સ ઈન્ડીયાએ ભારતના ૧૦૦ સૌથી શ્રીમંત લોકોની યાદી બહાર પાડીઃ મુકેશ અંબાણી ૩.૬૪ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી વધુ ભારતીય શ્રીમંત જાહેર : અદાણીની ૮ પોઈન્ટની છલાંગઃ ૧.૧૧ લાખ કરોડની મિલ્કત સાથે બીજા ક્રમેઃ લક્ષ્મી મિત્તલ પછડાયાઃ ટોપ ટેનમાં આ વખતે અઝીમ પ્રેમજી નથી

નવી દિલ્હી, તા. ૧૧ :. ફોર્બ્સ ઈન્ડીયાએ આજે ભારતમાં સૌથી શ્રીમંત લોકોની નવી યાદી બહાર પાડી છે. ફોર્બ્સે ભારતના ટોચના ૧૦૦ સૌથી ધનવાન લોકોની જે યાદી બહાર પાડી છે તેમા ફરી એક વખત રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ ઉપર છે. તેઓ સતત ૧૨મી વખત ટોપ ઉપર રહ્યા છે. લગભગ ૨૮.૪ કરોડ (૪ મીલીયન અમેરીકી ડોલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂ. (૫૧.૪ બીલીયન)ની કુલ સંપત્તિ સાથે પ્રથમ ક્રમાંકે છે તો ગૌતમ અદાણીએ ૮ પોઈન્ટની છલાંગ લગાવી છે અને તેઓ યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયા છે. આ સિવાય ઉદય કોટકે પહેલીવાર ટોપ ૫ માં સ્થાન મેળવ્યુ છે. સ્ટીલ બનાવતી કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ આ યાદીમાં ઘણા નીચે ચાલ્યા ગયા છે. ત્રીજા ક્રમે રહેતા મિત્તલ ૬ પોઈન્ટ ગબડીને ૯મા ક્રમે આવી ગયા છે. સ્ટીલની માંગ અને ભાવ ઘટવાથી આવુ થયુ છે. આ સાથે ટોપ ટેનમાં અઝીમ પ્રેમજી પણ નથી.

ટોપ ટેન શ્રીમંતો

મુકેશ અંબાણીઃ ૫૧૪૦ કરોડ ડોલર (૩.૬૪ લાખ કરોડ રૂપિયા)

ગૌતમ અદાણીઃ ૧૫૭૦ કરોડ ડોલર (લગભગ ૧.૧૧ લાખ કરોડ)

હિન્દુજા બ્રધર્સઃ ૧૫૬૦ કરોડ ડોલર (૧.૧૦ લાખ કરોડ રૂપિયા)

પી. મિસ્ત્રીઃ ૧૫૦૦ કરોડ ડોલર (લગભગ ૧.૦૬ લાખ કરોડ રૂ.)

ઉદય કોટકઃ ૧૪૮૦ કરોડ ડોલર (લગભગ ૧.૦૫ લાખ કરોડ રૂ.)

શિવ નાડરઃ ૧૪૪૦ કરોડ ડોલર (લગભગ ૧.૦૨ લાખ કરોડ રૂ.)

રાધા ક્રિષ્નન દામાણીઃ ૧૪૩૦ કરોડ ડોલર (૧.૦૧ લાખ કરોડ રૂ.)

ગોદરેજ પરિવારઃ ૧૨૦૦ કરોડ ડોલર (૮૫૨૦૦ કરોડ રૂપિયા)

લક્ષ્મી મિત્તલઃ ૧૦૫૦ કરોડ ડોલર (૭૪૫૫૦ કરોડ રૂ.)

કુમાર મંગલમ બિરલાઃ ૯૬૦ કરોડ ડોલર (૬૮૧૬૦ કરોડ રૂ.)

(3:48 pm IST)