Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વેકેશનમાં હરદ્વાર-વૈષ્ણોદેવી-ગોવા હોટ ફેવરિટ

ઉત્તર ભારત જતી ટ્રેનમાં ધસારોઃ દાર્જિલિંગ અને પંચમઢી, કેરળ પણ પસંદગીનાં સ્થળ

અમદાવાદ તા. ૧૧ :.. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ વર્ષે હરદ્વાર અને વૈષ્ણાદેવી સહિતના ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આ તરફ જતી ટ્રેનમાં અત્યારથી લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. હંમેશની જેમ ગોવા પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ છે., જયારે મધ્ય પ્રદેશનાં પંચમઢી અને દાર્જિલિંગ તેમજ કેરળ પણ પસંદગીનાં પ્રવાસન સ્થળ બન્યા છે.

હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓએ ત્રણ મહિના પહેલાં ટ્રેનમાં એડવાન્સ બુકીંગ કરાવી લીધા છે. ધાર્મિક યાત્રામાં પણ ઘસારો હોઇ ઓખા-દહેરાદૂન-ઉતરાંચલ એકસપ્રેસમાં સૌથી વધુ સ્લીપર કોચમાં ૩૧૩ નું વેઇટીંગ લીસ્ટ છે. જયારે પોરબંદર-અમદાવાદ-મુઝફફરપુર ટ્રેનમાં રર૩ નું વેઇટિંગ લીસ્ટ છે. વૈષ્ણોદેવી જતી ટ્રેન હાઉસફુલ છે, જયારે ઓખા-અર્નાકૂલમ-ત્રિવેન્દ્રમ ટ્રેન પણ હાઉસફુલ છે.

આ ઉપરાંત ઉત્તર ભારત, દક્ષિણ ભારત તરફ જતી ફલાઇટનાં ફેર પણ દિવાળીના વેકેશન દરમ્યાન અનેકગણાં વધી ગયા છે. ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ જતી બસો પણ અત્યારે ઓનલાઇન બુક થઇ ગઇ છે, જેના માટે એસટીએ ૧ર૦૦ જેટલી વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ

ઓખા-દહેરાદુન એકસપ્રેસ ૩૧૩

ઓખા-દહેરાદુન એકસપ્રેસ ૧ નવેમ્બર ર૧૮

ઓખા-તૂરિનકોરિન એકસપ્રેસ ર૪ ઓકટો. ૮૮

ઓખા-અર્નાકૂલમ ર૮ ઓકટો. ૧૦ર

જામનગર-તિરુનવેલી રપ-ર૬ ઓકટો. ૯૬ અને ૮૯

હાપા-કટરા-વૈષ્ણદેવી ર૩ ઓકટો. ર૦૬

જામનગર-કટરા-વૈષ્ણોદેવી ૮૬

ઓખા-રામેશ્વર ર૯ ઓકટો. ૧૦૪

સોમનાથ-જબલપુર રપ-ર૭ ઓકટો. ૧૯૧ અને ૧૦૬

ઓખા-ગુવાહાટી રપ ઓકટો. ૧પ૧

ઓખા-બનારસ ર૪ ઓકટો. ર૭૮

અમદાવાદ-દિલ્હી ર૬ ઓકટો. ૧૩પ

(3:47 pm IST)