Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભારત સાથે બાંગ્લાદેશ કરેલ જળ સમજુતી રોષ ફાટી નીકળ્યો : વિદ્યાર્થીની હત્યા : દેખાવો

ઢાંકા,તા.૧૧: બાંગ્લાદેશ યુનિવર્સીટી ઓફ એન્જીનીંયરીંગમાં સ્તાનકના વિદ્યાર્થી અબરાર ફહદ (૨૧)ની હોસ્ટેલમાં મારપીટ કરીને હત્યા કરાઇ છે. તેનાથી નારાજ થયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ફહદે સોશ્યલ મીડિયામાં સરકારે ભારત સાથે પાણીની વહેંચણી માટે કરેલ સમજુતીની ટીકા કરી હતી. આ બનાવ સોમવારે રાત્રે આઠ વાગ્યે બન્યો હતો. કેટલાક લોકો ફહદને તેના રૂમમાંથી ઉઠાવીને લઇ ગયા હતા.

આ કેસમાં અવામી લીગના ૧૩ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ પછી ઢાકા સહિત અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે.

(1:17 pm IST)