Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પ્રતિબંધો હટતાની સાથે કાશ્મીર ઘાટીમાં પહોંચ્યા પર્યટકોઃ હિરાસતમાંથી છુટવા લાગ્યા કેટલાય નેતાઓ

શ્રીનગર, તા., ૧૧: જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ બેઅસર કરવામાં આવ્યાના ૬૬ દિવસો બાદ ગુરૂવાર ઘાટીમાં જનજીવન સામાન્ય કરવાની દિશામાં મહત્વપુર્ણ રહયો.  ધરતીનું સ્વર્ગ કહેવાયેલું કાશ્મીર પર્યટકો માટે ખુલ્લુ કરી દેવાયુ઼ છે. પ્રશાસને પ્રવાસીઓ માટે જરૂરી દરેક સહાયતા ઉભી કરવાનું એલાન કર્યુ છે. બીજી બાજુ હીરાસતમાં લેવામાં આવેલા ૩ નેતાઓને છોડી દેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે યાવર મીર, નુર મહમદ અને શોયેબ લોનને જુદા જુદા આધારો ઉપર છોડવામાં આવ્યા છે.

આ પછી ખુબ જ કડક નાગરીક સુરક્ષા કાયદાને લઇને પ્રશાસને નરમ રૂખ અપનાવવાની દિશામાં ડગલા માંડી દીધા છે. હાઇકોર્ટમાં રપ૦ રીટ દાખલ થઇ. જેમાંથી ૩ ના જવાબમાં સરકારે કહયું કે આ મામલામાં પીએસએની કલમ હટાવી દેવાઇ છે.  સરકારે ર ઓગષ્ટના પ્રવાસીઓને ઘાટી છોડવા માટે અપીલ કરી હતી. સોમવારે રાજયપાલ  મલ્લીકે ગૃહ વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરી હટાવવા માટે કહયું હતું.

હાઇકોર્ટમાં રાજયના તંત્રએ ૩૦ સપ્ટેમ્બરના પીએસએના ૩ મામલામાં જવાબ દાખલ કર્યો હતો અને જસ્ટીસ અલી મોહમદએ  ૩ અરજીઓનો તે દિવસે જ નિકાલ કરી દીધો હતો. હાઇકોર્ટમાં દાખલ રપ૦ બંધી પ્રત્યક્ષીકરણ અરજીઓમાં ૧૪૭ પીએસએ  અંતર્ગત ધરપકડો કરવામાં આવી હતી.

હજુ ઘણી જગ્યાએ ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા ઠપ્પ છે. આ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં પ્રતિબંધો હટાવી દેવાયા છે.

(1:17 pm IST)