Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અણુશાસ્ત્રોનો ઉપયોગ ઇસ્લામમાં હરામ છેઃ ઇરાન ઉપયોગ નહિ કરે

ઈરાનનાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમૈનીની મોટી જાહેરાત : અણુ હથિયારો બનાવ્યા છે પણ વાપરશે નહિ

ઈરાનનાં સુપ્રીમ નેતા અયાતુલ્લાહ ખોમૈનીનીએ પરમાણુ શસ્ત્રો અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાને પરમાણુ હથિયારો બનાવ્યા છે, પરંતુ હવે તે તેનો ઉપયોગ કરશે નહીં. ખોમૈનીનાં જણાવ્યા મુજબ ઇસ્લામમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પ્રતિબંધિત છે. ખામનેઇનાં આ નિવેદન પર લોકો ઘણી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ખોમૈનીની ઓફિસથી એક વીડિયો ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે. આ વીડિયોમાં, તેમને પરમાણુ હથિયારોની કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેતા સાંભળી શકાય છે. તેમણે કહ્યું,'અમે આ રસ્તે ચાલતા પહેલા થોડા પગલા લઈ શકયા હોત, ઇસ્લામિક ચુકાદાઓ હેઠળ, અમે આ વાત પર નિશ્યિતપણે વિશ્વાસ કરીએ છીએ અને બહાદુરીથી કહીએ છીએ કે હવે અમે આ માર્ગને અનુસરીશું નહીં.'

 તેમણે  આગળ કહ્યું, 'ઇસ્લામ પરમાણુ હથિયારો બનાવવાનું અને તેને એકત્રિત કરવું પ્રતિબંધિત છે.' વધુમાં તેમણે કહ્યું કે, જો અમારી પાસે પરમાણુ હથિયાર હોત, તો તે ખૂબ વાજબી હતું કે તેનો ઉપયોગ કયાંય પણ અટકાવવો અશકય છે. ઇસ્લામનાં સિદ્ઘાંતોમાં નિશ્યિતરૂપે આ હરામ છે.'

 ઈરાન હંમેશાં એ વાતથી ઇન્કાર કરતુ આવ્યુ છે કે તેની પાસે કોઈપણ પ્રકારનાં પરમાણુ હથિયાર છે. જો ઈરાનની વાત માનવામાં આવે તો તેનો પરમાણુ કાર્યક્રમ ઉર્જા ઉત્પાદન અને દવાનાં ક્ષેત્ર સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છે. ગયા વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને તે ડીલથી બહાર કર્યુ હતુ.  આ કરારો વર્ષ ૨૦૧૫ માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં કાર્યકાળમાં થયેલ હતા. ઓબામાનાં સમય દરમ્યાન થયેલ આ ડીલમાં પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણનેં બદલામાં ઈરાન પર લાગેલા અમુક પ્રતિબંધોમાં અમેરિકા તરફથી ઢીલ આપવામા આવી હતી. આયાતોલ્લાહ ખોમૈની ૧૯૮૧ થી ૧૯૮૯ દરમિયાન ઈરાનનાં રાષ્ટ્રપતિ રહી ચૂકયા છે. હાલમાં તે ઈરાનનાં સર્વોચ્ચ નેતા છે. તે મધ્ય પૂર્વનાં કોઈપણ દેશમાં પોતાના દેશનું નેતૃત્વ કરનાર બીજા નેતા છે. આટલું જ નહીં, ઈરાનનાં શાહ મોહમ્મદ રઝા પહલાવી પછી આ સદીમાં પહેલા નેતા છે જે આટલા લાંબા સમયથી ઈરાનનાં સર્વોચ્ચ  પદે નેતા રહ્યા છે. તેમની સત્ત્।ાવાર વેબસાઇટ અનુસાર, ખોમૈનીની છ વખત ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને મોહમ્મદ રઝાનાં શાસન હેઠળ ત્રણ વર્ષ માટે દેશનિકાલ કરવામાં આવેલ. જૂન ૧૯૮૧ માં તેના પર હુમલો થયો હતો અને કહેવાય છે કે આ હુમલામાં તેનો ડાબો હાથ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઇ ગયો છે.

(1:15 pm IST)