Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાષ્ટ્રીય સુરક્ષામાં છીંડાઃ પાક સીમા પારથી આવતા ડ્રોનને પકડવાની ક્ષમતા નથી!!

પાકિસ્તાનથી આવી રહેલા માનવરહિત વિમાન ભારતમાં આતંકનો સામાન વેરી રહયા છેઃ વાયુસેના અને બોર્ડર સિકયુરીટી ફોર્સ નિષ્ફળ

નવી દિલ્હી, તા., ૧૧: રાષ્ટ્રીય સુરક્ષામાં એક મોટી ખામી સામે આવી છે. નિયંત્રણ રેખાની પેલે પારથી પાકિસ્તાન રાત્રીના સમયે છોડવામાં આવેલા ડ્રોન મારફત આતંકનો સામાન ભારતીય સીમામાં ફેંકી રહયા છે. સીમા ઉપર તૈનાત સુરક્ષા બળો પાસે રાત્રીના સમયે આકાશમાં નજર રાખવાની વ્યવસ્થા નથી!

બીજી બાજુ વાયુસેનાના આધુનિકતમ   રડાર આ નાના માનવરહિત વિમાનોની ભાળ મેળવવામાં નાકામિયાબ થઇ રહયા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ હવે વિભિન્ન એજન્સીઓ સાથે મળીને આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવા તજવીજ થઇ રહી છે. ગયા અઠવાડીયે ગૃહ મંત્રાલયે આ બાબતની પુષ્ઠી કરી હતી. ભારત સીમામાં દાખલ થયેલા ડ્રોન પાકિસ્તાન સરકારની એજન્સીઓના હતા. ઓછોમાં ઓછા ૮ વખત ડ્રોન ભારતીય સીમામાં આવીને સામાન વેરી ગયા હતા. અમૃતસર અને આજુબાજુના વિસ્તારોમાં આ ડ્રોન દ્વારા એકે-૪૭ રાયફલ, ગ્રેનેડ જેવા હથીયારો અને સેટલાઇટસ ફોન  સહિતના આધુનિક ઉપકરણો નાખવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે હથીયારો પાકિસ્ર્તાન સમર્થીત આતંકવાદી સંગઠનો માટે મોકલાયા હતા. આનો ઉપયોગ કાશ્મીર ઘાટીમાં કરવાની આશંકા હતી.

(1:13 pm IST)